ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યાપારીઓની કેન્દ્રના બજેટ પગલે ટેક્સ સ્લેબની આશ, વ્યાપારીઓ એમ જી રોડના કયા મુદ્દે અપેક્ષા રજૂ કરી જાણો - UNION BUDGET 2025

ભાવનગર શહેરમાં એમ જી રોડના વ્યાપારીઓ કેન્દ્રના આવનાર બજેટ પગલે શુ અપેક્ષાઓ સ્વાવી રહ્યા છે તે જાણવા ETV BHARAT દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

વ્યાપારીઓની કેન્દ્રના બજેટ પગલે ટેક્સ સ્લેબની આશ, વ્યાપારીઓ એમ જી રોડના કયા મુદ્દે અપેક્ષા રજૂ કરી જાણો
વ્યાપારીઓની કેન્દ્રના બજેટ પગલે ટેક્સ સ્લેબની આશ, વ્યાપારીઓ એમ જી રોડના કયા મુદ્દે અપેક્ષા રજૂ કરી જાણો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 11:33 AM IST

ભાવનગર: કેન્દ્ર સરકારના આવી રહેલા બજેટને પગલે લોકોની અપેક્ષાઓ ઠોક બંધ જોવા મળી છે. ભાવનગરના એમજી રોડ પર મુખ્ય બજારના વ્યાપારીઓ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. વ્યાપારીઓ વ્યવસાયને પગલે અઢળક અપેક્ષા સેવીને બેઠા છે, ત્યારે વ્યાપારીઓએ શુ સેવી અપેક્ષાઓ ચાલો જાણીએ.

વ્યાપારીઓની અપેક્ષાઓનો ઢગલો:કેન્દ્ર સરકારના આવી રહેલા બજેટને પગલે ભાવનગર શહેરમાં સામાન્ય દુકાનદાર વ્યાપારીઓનો મત જાણવા માટે ETV BHARAT શહેરની મુખ્ય બજાર વોરા બજાર એટલે એમ જી રોડ પરના દુકાનદાર વ્યાપારી વર્ગ સાથે ખાસ વાતચીત કરી હતી. વ્યાપારીઓનો એક સુર સુર ટેક્સ સ્લેબ હતો. આ સાથે કનેક્ટિવિટીની ફરી માંગ બજેટને પગલે જોવા મળી છે.

વ્યાપારીઓની કેન્દ્રના બજેટ પગલે ટેક્સ સ્લેબની આશ, વ્યાપારીઓ એમ જી રોડના કયા મુદ્દે અપેક્ષા રજૂ કરી જાણો (Etv Bharat Gujarat)

ટેક્સ સ્લેબને લઈને વ્યાપારીઓની માંગ: ભાવનગરના એમ જી રોડ પરના દુકાનદાર વ્યાપારી સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરતા વ્યાપારીઓએ જણાવ્યું હતું કે, આટલા બધા ટેક્સ છે કે અમારા વેપારી વર્ગને ધંધો કરવો મુશ્કેલ છે, હું અથવા તો દરેક વેપારીવર્ગ કમાણી કરવા અહીંયા સુધી પહોંચી શકતા નથી. પૈસાની તકલીફ છે અત્યારે ધંધા પાણી કરવામાં મુશ્કેલી પડી જાય એના માટે એટલું અમારું કહેવાનું છે કે અડધો ટેક્સ થઈ જાય, જ્યારે બીજા એક વ્યાપારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું અત્યારે શાસન સારું છે પણ જે કંઈ અત્યારે 18 ટકાને 12 ટકા કરે, 12 ટકાને 6 ટકા કરે, 28 ટકા છે તેને 18 ટકા કરે તો વેપાર ધંધો ચાલે તેવી અમારી અપેક્ષા છે.

કનેક્ટિવિટી અને હીરા,અલંગ જીવંત કરેની માંગ:દુકાનદારોએ વધુમાં જણાવ્યું હતું કે, ખરીદી માટે બોમ્બે દિલ્હી જવાનું હોય છે તો ત્યાં અમને કનેક્ટિવિટી સારી મળે તો વધારે સારું છે. હું ફૂટવેરનો બિઝનેસમેન છું કનેક્ટિવિટી મળે તો વધારે સારું પડે કે, જેથી કરીને થોડું ફૂટવેર લાઇનનું બિઝનેસ સારો ગ્રોથ આપી શકે છે. જ્યારે બીજા વ્યાપારીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં અલંગ હીરા આ બધું બંધ થઈ ગયું છે. ભાવનગરનો હવે બીજો કોઈ ઉદ્યોગ છે નહિ અને હીરા, અલંગને અને બધાને આ હીરા ઉદ્યોગને જીવતો કરવાની જરૂર છે, નહિતર ભાવનગર એક વર્ષ પછી ભાંગી પડશે.
આ પણ વાંચો:

  1. ભાવનગર: ઝૂંપડપટ્ટી હટાવતા કોંગ્રેસનો આક્રમક વિરોધ, કાર્યકરોની ટીંગાટોળી કરીને કરાઈ અટકાયત
  2. નાળિયેરી અને કપાસની આડમાં લહેરાતો લીલો ગાંજો ઝડપાયો, કિંમત જાણીને ચોંકી જશો

ABOUT THE AUTHOR

...view details