ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં મેઘરાજાનું આગમન, જિલ્લાની તમામ ડેમમાં નવા નીરની આવક થઇ - Water came in Porbandar dam

પોરબંદર જિલ્લામાં સારો એવો વરસાદ પડી જતા તમામ ડેમમાં નવા નીરની આવક સારી આવક થઇ છે. ત્યારે પોરબંદર પંથકના અમીપુર, કાલિન્દ્રી, ખંભાળા, ખોદાળા, સારણ, રાણા ખીરસરા, મેઢાક્રીક, બરડાસાગર અને ભાદર ડેમમાં નવા નીરની આવક સારી એવી આવક થઇ છે. WATER CAME IN PORBANDAR DAM

પોરબંદર જિલ્લાની તમામ ડેમમાં નવા નીરની આવક થઇ
પોરબંદર જિલ્લાની તમામ ડેમમાં નવા નીરની આવક થઇ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 5:42 PM IST

પોરબંદર: જિલ્લામાં સારો એવો વરસાદ પડી જતા તમામ ડેમમાં નવા નીરની આવક સારી આવક થઇ છે. ત્યારે પોરબંદર પંથકના અમીપુર, કાલિન્દ્રી, ખંભાળા, ખોદાળા, સારણ, રાણા ખીરસરા, મેઢાક્રીક, બરડાસાગર અને ભાદર ડેમમાં નવા નીરની આવક સારી એવી આવક થઇ છે. જેમાંથી બરડા સાગર ડેમમાં 0.44 % , સારણ ડેમમાં 72 %, અમીપુર ડેમમાં 89.7 % નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.

કલેક્ટરનું સંબંધિત અધિકારીઓેને માર્ગદર્શન: કલેક્ટર કે.ડી.લાખાણી એ હાલની વરસાદની સ્થિતિ પર સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા સૂચના આપી હતી. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. કુતિયાણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે અને ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાના કારણે વરસાદી પાણીની આવક થઈ રહી છે.

પોરબંદરની ડેમોમાં પાણીની આવક: પોરબંદર પંથકના ડેમોમાં આવક થયેલ નવા નીરની વાત કરવામાં આવે તો અમીપુર ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 1059.45 MCFT છે, જેમાં 94.99 MCFT નવા નીરની આવક થઈ છે. અને કુલ 89.7 % ડેમ ભરાયો છે. તેવીજ રીતે કાલિન્દ્રી ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 255.26 MCFT છે, જેમાં 54.94 MCFT નવા નીરની આવક થઈ છે અને કુલ 21.52 % ડેમ ભરાયો છે. ખંભાળા ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 543 MCFT માંથી 182.566 MCFT નવા નીરની આવક અને કુલ 33.62 % ડેમ ભરાયો, ફોદાળા ડેમમાં ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 835 MCFT માંથી 234.440 MCFT નવા નીરની આવક અને કુલ 28.08 % ડેમ ભરાયો, સારણ ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 59.82 MCFT માંથી 43.4375 MCFT નવા નીરની આવક અને કુલ 72.61 % ડેમ ભરાયો છે.

અડવાણા અને સોરઠી ડેમોમાં નવા નીરની આવક નહિવત:મેઢાક્રીક ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 1730 MCFT માંથી 107.35 MCFT નવા નીરની આવક અને કુલ 6.21 % ડેમ ભરાયો છે. તેમજ બરડા સાગર ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 1294.80 MCFT માંથી 5.65 MCFT નવા નીરની આવક અને કુલ 0.44 % ડેમ ભરાયો અને ભાદર ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 137.02 MCFT માંથી 5.72 MCFT નવા નીરની આવક અને કુલ 4.17 % ડેમ ભરાયો છે. તો બીજી તરફ અમુક ડેમોમાં નવા નીરની આવક થઈ નથી. જેમાં અડવાણા ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 92.28 MCFT છે, સોરઠી ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 298.92 MCFT છે આ બંને ડેમોમાં હજુ સુધી નવા નીરની આવક ન થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

અધિકારીઓને એલર્ટ રહેવા કલેક્ટરનો હુકુમ:જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી એ વરસાદની હાલની સ્થિતિમાં કોઈ બનાવ ન બને તે માટે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ અધિકારીઓને એલર્ટ રહેવા, ડેમ સાઈડ અને ઘેડ સહિત નીચાણ વાળા વિસ્તારોમાં વધારે પાણી હોય તો અહેવાલો કરવા, હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકો અવરજવર ના કરે તે માટે સાવચેત કરવા સહિતનું અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે.

  1. મુખ્યમંત્રીએ સરસ્વતી નદીમાં થઇ રહેલ જળસંચય માટેની કામગીરીનું કર્યું નિરીક્ષણ - CM on a visit to Riverfront Project
    લ્યો બોલો... સુરતમાં બે મહિના પહેલાં જ બનાવેલો રોડ વરસાદમાં ધસી ગયો.. - road sank into ground in rain

ABOUT THE AUTHOR

...view details