તાપી: જિલ્લાના વ્યારા અને તેની આસપાસ વસવાટ કરતા સંગીત પ્રેમીઓ કે જેમણે વિવિધ વાદ્યો શીખવાની ઈચ્છા હોય, પરંતુ ખાનગી કલાસોમાં મોટી ફી આપીવા સક્ષમ ન હોય તેવા સંગીત પ્રેમીઓ માટે વ્યારા નગરપાલિકા છેલ્લા બે વર્ષથી નજીવા મૂલ્યે સંગીતના વર્ગો ચલાવી રહી છે, જેમાં સેંકડો વિદ્યાર્થીઓ હજુ સુધી તાલીમ મેળવી ચુક્યા છે.
સંગીત માટે વ્યારામાં વિશેષ અવકાશ: સંગીત પ્રેમી અને વિવિધ સંગીતના વાદ્યો વગાડવામાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે વ્યારામાં વિશેષ અવકાશ વ્યારા નગરપાલિકાના સહકારથી નજીવા મૂલ્યે ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે. અહીં સંગીતના વિવિધ સાધનોના નિષ્ણાત પાસે સંગીતના વિવિધ વાદ્યો વગાડતા શીખીને સંગીત પ્રેમીઓ વ્યારા નગરપાલિકાના આ કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કરી રહ્યા છે.
નગરપાલિકા છેલ્લા બે વર્ષથી નજીવા મૂલ્યે સંગીતના વર્ગો ચલાવી રહી છે (Etv Bharat Gujarat) અત્રે ઉલ્લેખનિય છે કે, અહીં દરેક ઉંમરના સંગીત પ્રેમીઓ વાદ્યો શીખવા માટે આવે છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો, નોકરિયાત વર્ગના લોકો, નિવૃત્ત થયેલા લોકો તથા મહિલાઓ પણ આ સંગીત શાળામાં વાદ્યો શીખવા માટે આવે છે. છેલ્લા 2022 માં ચાલુ થયેલા આ સંગીત વર્ગમાં 200થી વધુ સંગીત પ્રેમીઓ ભાગ લઈ ચૂક્યા છે. હાલ પણ આ સંગીત વર્ગમાં લોકો નજીવા દરની ફી ચૂકવીને સંગીતના વધ્યો શીખવા આવી રહ્યા છે.
સંગીત પ્રેમીઓ માટે નગરપાલિકાની પહેલ (Etv Bharat Gujarat) વલોકિક વાતાવરણ વચ્ચે સંગીતનું જ્ઞાન: વ્યારાનું પ્રખ્યાત જળવાટિકા ગાર્ડનની બિલ્ડિંગમાં ચાલતું સંગીત વર્ગ સંગીત પ્રેમીઓને અલગ વાતાવરણમાં લઇ જાય છે, તેના પાછળનું કારણ એ છે કે, જળવતિકા ગાર્ડન તળાવની વચ્ચો વચ્ચ આવ્યું છે. સાથે આ બિલ્ડિંગમાંથી બહાર જોતા તળાવનું પાણી અને તેમાં ઉગેલા કમળો અને કુદરતી સોંદર્ય ત્યાંથી નિહાળવા મળે છે. આવા અવલોકિક વાતાવરણ વચ્ચે સંગીત પ્રેમીઓ તેમના વાદ્યો પર પૂરતું ધ્યાન આપી શકે છે.
નજીવા મૂલ્યે સંગીત શાળા ચલાવી તાલીમ આપી રહ્યા છે (Etv Bharat Gujarat) સંગીત શીખવનાર સુજલ દેસાઈએ જણાવ્યું હતું કે, 'અહીં અનેક પ્રકારના સાધનો શીખવવામાં આવે છે. જેમાં ઢોલક, ટેબલ, હાર્મોનિયમ, કીબોર્ડ, દ્રમસેટ અને કોમ્બો એટલે કે ક્લાસિકલ અને વેસ્ટર્ન બંને પ્રકારના વાદ્યો આમાં આવી જાય છે. લગભગ 2022 થી ક્લાસિસ ચાલે છે અને લગભગ 200 થી વધુ વિદ્યાર્થીઓ અહીં સંગીત વાદ્યો સિખી ગયા છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ છે અને મોટા વડીલો પણ છે. આમ, મોટા ભાગના લોકોએ અહીંનો લાભ લીધો છે.'
સંગીત પ્રેમીઓ માટે નગરપાલિકાની પહેલ (Etv Bharat Gujarat) વાદ્યો શીખનાર અનિકેત કુલકર્ણીએ જણાવ્યું હતું કે, 'સંગીત શાળામાં છેલ્લા 2 વર્ષથી હું જોડાયો છું. નગરપાલિકા દ્વારા સંચાલિત સંગીત શાળા નજીવા મૂલ્યે સંગીત શીખવે છે. આ શાળા લોકોને પોતાના શોખ પૂરા કરવાનું એક મધ્યમ પૂરું પાડે છે.'
સંગીત વર્ગમાં 200થી વધુ સંગીત પ્રેમીઓ ભાગ લઈ ચૂક્યા છે (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- મોબાઇલમાંથી બહાર નીકળી કસરત માટે સમય કાઢવો જોઈ, જાણો જીવનમાં કસરત કેટલી મહત્વની
- શિયાળામાં શક્તિવર્ધક વસાણાનો કિંગ "કચ્છી અડદિયા"