ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના માંડલ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી, આખું ગામ હિબકે ચડ્યું

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડલ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થઈ છે. જેથી ગામ હિબકે ચડ્યું હતું.

અમરેલીના માંડલ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી, આખું ગામ હિબકે ચડ્યું
અમરેલીના માંડલ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી, આખું ગામ હિબકે ચડ્યું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 8:38 PM IST

અમરેલી:જિલ્લામાં પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકોની હાલ બદલી પ્રક્રિયા ચાલી રહી છે અને બદલીના સમયે વર્ષોથી શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકો હવે પોતાના માદરે વતન કે પસંદગીના સ્થળ ઉપર જઈ રહ્યા હોય ત્યારે વિદાય સમયે ભાવ ભર્યા દ્રશ્યો સર્જાય છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડલ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થઈ છે. જેથી સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

અમરેલીના માંડલ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી, આખું ગામ હિબકે ચડ્યું (Etv Bharat Gujarat)

માંડલ ગામની શાળાના આચાર્યની બદલી:માંડલ ગામથી માદરે વતન બદલી થતા પ્રાથમિક શાળામાં વિદાય સમારોહમાં યોજાયો હતો. આ વિદાય સમારોહ દરમિયાન કરુણ દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આચાર્યને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં 12 વર્ષ સુધી બાળકો સાથે બાળક બનીને અભ્યાસ કરાવતા આચાર્ય જાગૃતિબેનની બદલીને લઈને ગામના આગેવાનોએ ફૂલ શાલ સાથે સન્માન કરી અને વિદાય આપવામાં આવી હતી.

આચાર્યની બદલી થતા ભાવભર્યા દ્રશ્યો: રાજુલાના માંડલ ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની બદલી થઇ છે તેથી ત્યાં ભાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા. સરકારી કર્મચારીઓની બદલી અને બઢતીઓ થતી હોય છે, ત્યારે અમુક સરકારી કર્મચારીઓની બદલીઓથી લોકોના આંખોની ખૂણા પણ ભીના થઇ જાય છે.

આ પણ વાંચો:

  1. ભાવનગર મનપાએ સરકાર પાસે માંગ્યા 99 કરોડ રૂપિયા, જાણો શું છે 'સ્પેશિયલ પ્રોજેક્ટ'
  2. સુરત નજીક મળ્યો સળગેલી હાલતમાં મૃતદેહ, પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details