ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં દર્દીઓને ભાજપ સભ્ય નોંધણી કરાવતો હોવાનો વિડીયો વાયરલ, શહેર પ્રમુખે કાર્યવાહીની ખાતરી આપી - VIDEO VIRAL

રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલ રણછોડદાસ આશ્રમમાં કોઇ અજાણી વ્યક્તિ દ્વારા ભાજપનું સભ્ય નોંધણી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

રાજકોટમાં દર્દીઓને ભાજપ સભ્ય નોંધણી કરાવતો હોવાનો વિડીયો વાયરલ
રાજકોટમાં દર્દીઓને ભાજપ સભ્ય નોંધણી કરાવતો હોવાનો વિડીયો વાયરલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2024, 1:01 PM IST

મોરબી:રાજકોટ જિલ્લામાં આવેલ રણછોડદાસ આશ્રમમાં દર્દીઓને સભ્ય નોંધણી કરવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇનેે સંસ્થા દ્વારા આ સભ્ય નોંધણી અંગે તપાસ શરુ કરવામાં આવી છે. શહેર પ્રમુખે જણાવ્યું કે, કોઇ પણ કામની એક મર્યાદા હોય છે. હોસ્પિટલમાં આવી કામગીરી થવી ન જોઇએ. જેની અમે યોગ્ય તપાસ કરાવીશું.

દર્દીઓને જગાડી સભ્ય નોંધણી કરાઇ:રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા રણછોડદાસ આશ્રમમાં આંખના વિનામૂલ્ય સારવાર થાય છે. ત્યારે ગત તા. 16 ઓક્ટોબરના રોજ જૂનાગઢ ખાતે એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે કેમ્પના દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા. આ દર્દીઓ જ્યારે રાત્રિ સમયે સૂતા હતા. ત્યારે કોઈ વ્યક્તિએ આવીને દર્દીઓને જગાડી સભ્ય નોંધણી કરી હતી. જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રાજકોટમાં દર્દીઓને ભાજપ સભ્ય નોંધણી કરાવતો હોવાનો વિડીયો વાયરલ (Etv Bharat Gujarat)

આ બાબતે યોગ્ય તપાસ કરાશે:આ વિડીયો વાયરલ થતા સંસ્થા પણ અચરજ પામી હતી.જે અંગે સંસ્થાના કર્મચારી શાંતિલાલ વાડોલિયાએ જણાવ્યું હતું કે, અમે કોઇ પક્ષમાં માનતા નથી. અમે ફક્ત સેવાના કામમાં માનીએ છીએ. અમે આખા ગુજરાતમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓના કેમ્પ કરીએ છીએ. અલગ અલગ શહેરોમાં અમારા કેમ્પ થતા હોય છે અને આ દર્દીઓનું ઓપરેશન રાજકોટ ખાતે થાય છે. ત્યારે રાત્રિના સમયે દર્દીઓના રુમમાં કોઇને જવાની મંજૂરી હોતી નથી. ત્યારે દર્દી સાથે આવેલા કોઇ વ્યક્તિએ આ કાર્ય કર્યુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, જે અંગે અમે સીસીટીવી ચેક કરીને યોગ્ય તપાસ કરીશું.

દોષિત સામે કાર્યવાહી કરાશે:આ બાબતે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે, ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ છે. રાજકોટમાં આમ પણ સભ્ય નોંધણી વધુ થઈ છે. એટલે કદાચ ઓછા સભ્યો થયા હોય તોય આવું કૃત્ય ન થવું જોઈએ. કોઈપણ કામગીરીની એક પ્રક્રિયા હોવી જોઈએ. આ હદે સભ્ય નોંધણી ન થવી જોઈએ. જે પણ આમાં દોષિત હશે, તેના વિરુદ્ધ પક્ષ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાચો:

  1. વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયા જંગની સંભાવના, જાણો નેતાઓ પાસેથી શું છે લોકોની અપેક્ષા?
  2. નવસારીમાં વરસાદ બાદ આકાશમાં ચમકી વિજળી: નયનરમ્ય આકાશી દ્રશ્યોનો વિડીયો થયો વાઇરલ

ABOUT THE AUTHOR

...view details