અમરેલી: જિલ્લામાં અવારનવાર સિંહ રસ્તા ઉપર ફરતા દેખાતા જ હોય છે. આ બાબતે એક જ દિવસમાં બે ઘટના સામે આવી છે. જેમાં સિંહના ટોળાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. આમ જોવા જઈએ તો હાલ સોશિયલ મીડિયા પર સિંહ ધૂમ મચાવી રહ્યા છે.
આમ, જંગલ વિસ્તારમાંથી ગામડાઓમાં, નેશનલ હાઇવે કે રસ્તો પર સિંહોની અવર જવર જાણે સામાન્ય થઈ ગઈ હોય તેમ લાગે છે. જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા અને ધારી, ખાંભા વિસ્તારમાં સિંહના વિડિઓ વાયરલ થઈ રહ્યા છે અને હવે વધુ 2 વીડિયો સામે આવ્યા છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામમાં 4 સિંહ શિકાર કરવા આવ્યા હતા. ધારી ગીરના મોરજર ગામે 4 સિંહોએ 1 પશુનો શિકાર કર્યો હતો. આમ, શિયાળાની કડકડતી ઠંડીમાં શિકારની મીજબાની માણતા સિંહો વીડિયોમાં કેદ થયા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ શિકાર કરવા આવ્યા હતા. ખાંભાનું નાના બારમણ ગામે સિંહ અને સિંહણ ના આટાફેરા વીડિયો કેદ થયો છે. નાના બારમણ ગામે ગત રાત્રીના પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી ચડતા તેઓ પ્રાથમિક શાળાના સીસીટીવીમાં થયા કેદ થયા હતા.