ગુજરાત

gujarat

ETV Bharat / state

મતદારો નિર્ભિકપણે મતદાન કરે તે માટે વલસાડ પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ સજજ, 2580 દારુના કેસ નોંધાયાં - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

વલસાડ જિલ્લામાં સાતમી મેના રોજ વલસાડ લોકસભા બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં સાત જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે મતદારો નિર્ભિકપણે મતદાન કરે તે માટે વલસાડ પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે.

મતદારો નિર્ભિકપણે મતદાન કરે તે માટે વલસાડ પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ સજજ, 2580 દારુના કેસ નોંધાયાં
મતદારો નિર્ભિકપણે મતદાન કરે તે માટે વલસાડ પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ સજજ, 2580 દારુના કેસ નોંધાયાં

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 10:37 AM IST

વલસાડ પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ સજજ

વલસાડ : વલસાડ લોકસભા બેઠકની ચૂંટણીને લઇને જિલ્લા પોલીસ તંત્ર ચાકચોબંધ બની રહ્યું છે. વલસાડ જિલ્લા આસપાસ વિસ્તારની મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોર્ડર ઉપર 32 જેટલી ચેકપોસ્ટો બનાવાઇ છે. જેમાં 2580 જેટલા દારૂના કેસ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્યાં સુધીમાં 2 કરોડ 80 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો છે જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કુલ 87 જેટલા આરોપીઓને શોધી કાઢી જેલહવાલે કર્યા છે.

બે સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર બંદોબસ્ત વધારાયો : વલસાડ જિલ્લાને અડીને આવેલી દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશની બે બોર્ડરો અને મહારાષ્ટ્રના પાલઘરની લાગતી બોર્ડર ઉપર કુલ 32 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાંથી આવતા જતા તમામ વાહનોને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. સાથે જ પ્રોહીબિશન કે એનડીપીએસ જેવા ગુનાઓ હાજર આચારનારા સામે કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.

ચેકપોસ્ટ ઉપર 60 જેટલા કેસ કરાયા : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનકરાજ વાઘેલાએ આપેલી માહિતી અનુસાર જિલ્લાની 32 જેટલી ચેકપોસ્ટ ઉપર વલસાડ પોલીસે પોતાની ફરજ દરમિયાન 2580 જેટલા દારૂના કેસો કર્યા છે, જેમાં 60 જેટલા કેસોનો સમાવેશ થાય છે. 2580 કેસોમાં પોલીસેે કુલ બે કરોડ એસી લાખ રૂપિયા જેટલો જંગી દારૂ કબજે લીધો છે.

કુલ 7275 આરોપીઓને ઝડપી પાડ્યાં : વલસાડ જિલ્લાના વિવિધ ગુનાઓમાં હિસ્ટ્રીશીટર બુટલેગરો તેમજ અન્ય ક્રાઇમ સાથે સંકળાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 87 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં 10 જેટલા આરોપી જિલ્લા બહારના છે. બુટલેગર જુગાર હિસ્ટ્રીશીટર મેજર ક્રાઈમ એનડીપીએસના છેલ્લા દસ વર્ષમાં ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપી લેવાયા છે. જેમાં 1 આરોપી સુરત જિલ્લાનો છે જે 22 ગુનામાં સંડોવાયેલો હતો. જ્યારે એક પાલઘરનો આરોપી છેલ્લા 29 વર્ષથી ફરાર હતો તેને પણ ઝડપી લેવાયો છે.

32 ચેકપોસ્ટ ઉપર 780 પ્રોહિબિશનના કેસ : જિલ્લાની બોર્ડર ઉપર બનાવવામાં આવેલી કુલ 32 જેટલી પોલીસ ચેકપોસ્ટ ઉપર આવતા જતા વાહનચાલકોને રોકી ચેક કરવામાં આવ્યા હતાં. જે દરમિયાન 32 પોસ્ટ ઉપર અત્યાર સુધીમાં કુલ 780 જેટલા પ્રોહીબિશનના કેસ કરવામાં આવ્યા છે. જ્યારે 200 જેટલા ડ્રન્ક એન્ડ ડ્રાઇવના કેસ પણ નોંધાયા છે. આમ અન્ય જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશ કરનારા વાહનચાલકોનો પણ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

સંવેદનશીલ વિસ્તાર માટે વિવિધ કંપનીઓ ફાળવાઇ : વલસાડ જિલ્લા ડીએસપી કનકરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં કુલ સાત જેટલી કંપનીઓ સુરક્ષા માટે અને સંવેદનશીલ ક્ષેત્રમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન બને તે માટે કરવામાં આવી છે. જેમાં પાંચ કંપની સીઆરપીએફ અને બે કંપની એસઆરપીની છે. જ્યારે અન્ય ચાર કંપનીઓ જિલ્લામાં પહોંચી ચૂકી છે. જેમના દ્વારા સંવેદનશીલ ક્ષેત્રમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ સતત નજર રાખવામાં આવી રહી છે. આમ વલસાડ જિલ્લા પોલીસ મતદાન પૂર્વે સુરક્ષા માટે સજ્જ બની છે અને કોઈ ગુના ન થાય અને કોઈ મોટી ઘટના ન બને તેમ જ મતદારો નિર્ભિકપણે મતદાન કરે તે માટે સુરક્ષા પુરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

  1. મોદી સુપરમેન નહીં પણ 'મહેંગાઈ મેન' છે: ધરમપુરની રેલીમાં બોલ્યા પ્રિયંકા ગાંધી - Lok Sabha Election 2024
  2. ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની હાલત ગંભીર, એક માત્ર કોંગ્રેસ જ ખેડૂતોના દેવા દૂર કરે એવી આશા - The Condition Of Farmers

ABOUT THE AUTHOR

...view details