વડોદરા :શહેરના ચોખંડી વિસ્તારમાં એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
દુકાનમાં ઘૂસી ગઈ કાર :વડોદરા શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડી મુખ્ય માર્ગ પર સર્જાયેલ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં ઇકો ગાડી અનાજની દુકાનમાં ઘૂસી ગઇ હતી. અનાજની દુકાનમાં કેટલાક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ઘટના CCTV કેમેરામાં કેદ :વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના વાડી પોલીસ સ્ટેશનની સામે જ બની હતી. ઘટના બનતા વાડી પોલીસ મથકની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. આ બનાવમાં એક ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે. ત્યાં ભારે અફરા તફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવને લઇ વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોટી દુર્ઘટના ટળી :જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં એક એકટીવા અને રીક્ષાનો આબાદ બચાવ થયો હતો. એટલું જ નહીં પરંતુ દુકાનમાં કામ કરતા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
- વડોદરામાં રિફાઇનરી બ્લાસ્ટમાં 2ના મોત, 3 ઈજાગ્રસ્ત
- ભરૂચના શખ્સોને એમડી ડ્રગ્સની ખેપ મારવી ભારે પડી