વડોદરા: ભરૂચ જીલ્લાના ઝઘડિયામાં 9 વર્ષીય બાળકી ઉપર એક મહિનામાં બે વખત નરાધમ શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘાટના બહાર આવી હતી. આવા દુષ્કર્મના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે. ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી આ મામલાને લઈ તાત્કાલિક આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા સિવિલ હોસ્પિટલમાં બાળકીનાં પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી સંપૂર્ણ સ્થિતિ જાણી હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, હાલ બાળકીની હાલત નાજુક છે. વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો તેની સારવાર માટે ઉચ્ચ સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર લઈ જવા માટે તૈયાર છે. બીજી તરફ હોસ્પિટલના RMOએ કહ્યું હતું કે, બાળકીને અહીં શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. જરૂર પડે તો સર્જરી અંગે આગળ નિર્ણય કરીશું. સાથે સાથે ઝારખંડ સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય રાશી પરિવારને સુપરત કરવામાં આવી છે.
10 વર્ષીય બાળકી ઉપર એક મહિનામાં બે વખત નરાધમ શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું (Etv Bharat Gujarat) ગુજરાત સરકારને અપીલ કરી: ઝારખંડના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રીએ બાળકીના પરિવાર પાસેથી આ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. આ માહિતી અનુસાર, બાળકીના પરિવારમાં ચાર સંતાનો છે. પતિ-પત્ની બંને કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જે આરોપી આ ઘટનાને અંજામ આપ્યો છે તે તેમની જ વસ્તીમાં રહે છે.
સહયોગ અને ઇલાજ માટે સહાય:ઝારખંડના મુખ્યમંત્રીએ પીડિતાની ચિંતા વ્યક્ત કરતા તેમના સહયોગ અને ઇલાજ માટે રૂપિયા 4 લાખનો ચેક અને રૂપિયા 50 હજાર રોકડાની ઝારખંડ સરકાર તરફથી ત્વરિત સહાય મોકલાવી છે. સાથે સાથે પદાધિકારી અને હોસ્પિટલના મેનેજમેન્ટને પણ જણાવ્યું કે, 'પીડિતાને વધુ સારી સારવાર માટે અન્યત્રે ખસેડવાની જરૂર જણાય તો તે માટે ગુજરાત સરકાર જાણ કરે.'
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. પરિણામે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યોની સીમાપાર આ ઘટનામાં સામેલ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે વાતચીત કરવા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના મંત્રીની મુલાકાતનો સમય માંગ્યો છે પરંતુ તેમને સમય મળ્યો નથી.
સરકાર સક્રિયતાથી કામ કરે: ઝારખંડના મંત્રી દીપિકા પાંડેએ જણાવતા કહ્યું કે, 'અમારા રાજ્યના અસંખ્ય લોકો અહીં કામ કરી રહ્યા છે. કોરોના સમયે આપણે જોયું કે અમે ટ્રેન ચાલતી ન હતી તો તેમની દેખભાળ સારી થઇ ન હતી. સરકાર સક્રિયતાથી કામ કરે અને રાજ્યમાં પોલીસી હોય જેથી બહારથી આવતા લોકો માટે સારી રીતે કાર્ય થઇ શકે. ગુનેગાર કોઇ રાજ્ય, જાતિ ધર્મનો નથી હતો, તે આરોપી જ છે. આવી ઘટના બીજી કોઇ 9 વર્ષની દિકરી સાથે ન થવી જોઈએ.'
મોટા ભાગના શ્રમિકો ગુજરાતમાં: ઝારખંડ સરકારના ગ્રામ્ય વિકાસ તથા પંચાયતી રાજના મંત્રી દીપિકા પાંડેએ મીડિયાને જણાવ્યું કે, 'મારી સાથે સોશિયલ વેલ્ફેર ડિરેક્ટર તથા અન્ય પણ આવ્યા છે. ઝારખંડની 9 વર્ષની દિકરી સાથે આ ઘટના બની, તે બાદ ઝારખંડ સરકારના મુખ્યમંત્રી દ્વારા એક પ્રતિનિધી મંડળ વડોદરા મોકલવામાં આવ્યું છે. અમારી ચિંતા છે કે, બાળકીને જરૂરી તબીબી સહાય મળવી જોઇએ. અમે તેને મળ્યા છીએ. ઝારખંડના મોટા ભાગના શ્રમિકો ગુજરાતમાં છે. આ પ્રકારના ગુનામાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.'
દિકરીની હાલત ગંભીર:વધુમાં ચિંતા વ્યક્ત કરતા મંત્રી દીપિકા પાંડેએ કહ્યું કે, 'નાની-મોટી ગુનાખોરીમાં અમારા ત્યાંથી આવેલા ભોગ બનનાર લોકોને શું મદદ મળી રહી છે. સાથે સાથે અમારી તે પણ ચિંતા છે કે, અહીં બહારથી આવેલા શ્રમિકો જે વસ્તીઓમાં રહી રહ્યા છે, ત્યાં સ્વચ્છતા, સેફ્ટી-સિક્યોરીટીની શું સમસ્યાઓ છે. જે કંપની તેમને લઇને આવે છે, તે તેમની વેલ્ફરે માટે શું કરી રહ્યા છે. આ ઘટના બાદ દિકરીની હાલત ગંભીર છે. ઝારખંડ સરકાર તેને મદદ કરવું પોતાનું દાયિત્વ સમજે છે. તેની સ્થિતી વિશે તો ડોક્ટર્સ વધારે સારી રીતે કહેશે. પારંતુ તમને જણાવી દઈએ કે, પીડિતા પર સર્જરીની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ તેના માતા-પિતા સાથે વાત કરી રહ્યા છે.'
દિલ્હીમાં પણ અવાજ ઉઠશે:ચિંતા વ્યક્ત કરતા મંત્રી દીપિકા પાંડેએ કહ્યું કે, '9 વર્ષની દિકરી સાથે થયેલ આ ઘટના ચિંતાનો વિષય તો છે જ. રાજનિતીથી ઉપર ઉઠીને આપણે કામ કરવું જોઇએ. ઝારખંડના લોકો અહીં આવીને કામ કરી રહ્યા છે, તેમના વેલ્ફેર માટે પણ સરકારે જવાબદારી ઉઠાવવી જોઇએ. કંપનીઓ દ્વારા બાળકોને શાળાઓ જવા સહિતની વ્યવસ્થાઓ આપવી જોઇએ. અમે રાજ્ય તરફથી મુદ્દો ઉઠાવ્યો છે, જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતમાં પણ અવાજ ઉઠશે, ઝારખંડમાં પણ અવાજ ઉઠશે, અને દિલ્હીમાં પણ અવાજ ઉઠશે.
આ પણ વાંચો:
- ભરૂચમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી
- ભરૂચઃ આ સાયબર ફ્રોડ છે જાણવા છતા પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા જતા અટકાવી કેમ ના શક્યો? 7.78 લાખનો ચૂનો