ગુજરાત

gujarat

સુરતમાં સાવા પાટિયા નેશનલ હાઇવે પર ટ્રક પલટી, રસ્તા પર જમરૂખની રેલમછેલ - surat accident

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 7:05 PM IST

રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંગરોળ તાલુકાના સાવા પાટિયા ગામ પાસે નેશનલ હાઈવે પર જમરૂખ ભરેલ ટ્રક પલટી ગઈ હતી., Truck overturned on Sava Patia National Highway in Surat

સુરતમાં નેશનલ હાઇવે પર ટ્રક પલટી
સુરતમાં નેશનલ હાઇવે પર ટ્રક પલટી (ETV Bharat Gujarat)

સુરતમાં સાવા પાટિયા નેશનલ હાઇવે પર ટ્રક પલટી (ETV Bharat Gujarat)

સુરત: સુરતના માંગરોળના સાવા પાટિયા પાસે નેશનલ હાઇવે પર જમરૂખ ભરેલ આઇશર ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટેમ્પોમાં રહેલ જમરૂખ હાઇવે પર વેરાઈ ગયા હતા. જેને લઇને સ્થળ પર પહોંચેલા લોકોએ જમરૂખની લૂંટ ચલાવી હતી.

નેશનલ હાઇવે પર ટ્રક પલટી (ETV Bharat Gujarat)

હાઈવે પર જમરૂખની રેલમછેલ: સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા પાટિયા ગામ પાસે MH15JC6559 નંબરની આઇશર ટેમ્પો જમરૂખ ભરી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતી. જેને લઇને ટ્રકમાં ભરેલ જમરૂખના કેરેટ હાઇવે પર પથરાઈ ગયા હતા.

જમરૂખ ભરેલ ટ્રક પલટી ગઈ (ETV Bharat Gujarat)

હાજર લોકોએ જમરૂખની લૂંટ ચલાવી:બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. અને હાઇવે પર પથરાઈ ગયેલ જમરૂખની લૂંટ ચલાવી હતી. લોકો થેલીઓમાં જમરૂખ ભરીને ઘરે લઈ ગયા હતા. બનાવ સ્થળે દોડી ગયેલ સુરત જિલ્લા NHAI વિભાગની ટીમે તરત અકસ્માત ગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી હાઈવેની સાઈડ ખસેડી હતી. સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ટ્રક પલટી જતા જમરૂખની રેલમછેલ (ETV Bharat Gujarat)

ઉલ્લેખનિય છેકે થોડા દિવસ અગાઉ કામરેજ ચારરસ્તા પાસે પણ શાકભાજી ભરેલ ટેમ્પો પલટી મારી ગયો હતો. એ બનવામાં પણ સ્થળે દોડી ગયેલ લોકોએ શાકભાજીની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં અજીબ અકસ્માત : ખભે રાખેલું દાતરડું રિક્ષામાં ફસાતા આધેડનું ગળું કપાઈ ગયું - Rajkot accident

ABOUT THE AUTHOR

...view details