ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી આ યુવાન ખેડૂતે બનાવી સ્માર્ટ ખેડૂતની ઓળખાણ (ETV Bharat Gujarat) રાજકોટ:વર્તમાન સમયમાં રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત દવાનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતી કરી રહ્યા છે, ત્યારે રાજકોટ જીલ્લાના ઉપલેટામાં રહેતા નારણભાઈ વસરા છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતાં જોવા મળ્યા છે. નારણભાઈ વસરા પ્રાકૃતિક ખેતી કરી અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે, અને લોકો પુનઃ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા આશ્રય અને હેતુથી ઉપલેટાના આ ખેડૂત સતત મહેનત અને પ્રયત્ન કરી સારૂ પરિણામ મેળવી રહ્યા છે.
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી આ યુવાન ખેડૂતે બનાવી સ્માર્ટ ખેડૂતની ઓળખાણ (ETV Bharat Gujarat) નવ વીઘા જમીનમાં મગફળી વાવી: ઉપલેટાના નારણભાઈ વસરાએ જણાવ્યું છે કે, "આ વર્ષે તેમણે પોતાના ખેતરમાં નવ વીઘા જમીનમાં મગફળી વાવી હતી, જેના પરિણામે મને વીઘે પંદર મણ મગફળીનો ફાલ મળ્યો. કુલ મળીને સો મણ જેટલી મગફળીના પાકના ઉતારાનું મેં જાતે પીલાણ કરાવી પચાસ ડબ્બા તેલ તૈયાર કરાવ્યું, જેમાં એક ડબ્બે રૂપિયા ચાર હજારની વેચાણ કિંમતથી મને માત્ર મગફળીના પાકમાંથી જ રૂપિયા બે લાખની આવક પ્રાપ્ત થઈ છે. જેથી આ આવક વધારવી હોય તો પાકનું વેલ્યુ એડિશન કરવું ખૂબ જ જરૂરી છે.
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી આ યુવાન ખેડૂતે બનાવી સ્માર્ટ ખેડૂતની ઓળખાણ (ETV Bharat Gujarat) 2016 થી પ્રાકૃતિક ખેતી અપનાવી:વીસ વીઘા જમીન ધરાવતા ઉપલેટાના યુવા ખેડૂત નારણભાઇ જન સામાન્યના આરોગ્ય અંગે ચિંતિત છે, જેની સામાજિક પ્રતિબધ્ધતાના ભાગરૂપે તેમણે વર્ષ 2016 થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પોતાના મનની વાતનો અમલ કરવા માટે પ્રયોગો કરવાના શોખીન અને સાહસિક સ્વભાવના નારણભાઇએ શરૂઆતમાં પ્રાયગિક ધોરણે દિવેલા, ઘઉં, મગફળીના પાકનું વાવેતર કર્યું. અને આ પ્રયોગમાં શરૂઆતની આંશિક સફળતા બાદ પ્રાકૃતિક ખેતીનું ગણિત સમજવા માટે માત્ર દસ ધોરણ ભણેલા નારણભાઇને સમજાયું કે, રાસાયણિક ખેતી કરતાં આ ખેતીના ખર્ચમાં સિત્તેર ટકા જેટલો ઓછો ખર્ચ થાય, અને ગુણવાન પાકની કિંમત દસથી પંદર ટકા વધારે મળે અને ઉત્પાદન પણ યોગ્ય મળે તો કેમ પ્રાકૃતિક ખેતી ન અપનાવવી જોઈએ તેવું જણાવ્યું છે.
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી આ યુવાન ખેડૂતે બનાવી સ્માર્ટ ખેડૂતની ઓળખાણ (ETV Bharat Gujarat) સરેરાશ બાર લીટર દૂધની આવક: આ ખેડૂતે ‘‘આત્મા’’ પ્રોજેક્ટ અંતર્ગત જણાવ્યું કે, મારી પાસે ગૌશાળા પણ છે જેમાં છ ગીર ગાયના રોજના સરેરાશ બાર લીટર દૂધની આવક તો ખરી જ, ઉપરાંત આ ગાયના છાણમાંથી હું ઘન જીવામૃત બનાવું છું અને તેની ઉપયોગિતા ખેતીમાં પણ ખુબ સારી થાય છે, વર્ષે દહાડે સો બેગ જેટલા ઘન જીવામૃતનું વેચાણ કરું છું. હું જીવામૃતમાંથી એક બેગદીઠ રૂપિયા 600 લેખે વર્ષે રૂપિયા 60 હજારની કમાણી કરું છું".
ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી આ યુવાન ખેડૂતે બનાવી સ્માર્ટ ખેડૂતની ઓળખાણ (ETV Bharat Gujarat) જમીન ફળદ્રુપ કરવામાં મદદરૂપ:આ ઘન જીવામૃતમાં બેક્ટેરિયા અને અળસિયા હોવાથી પાયાના ખાતરમાં તે ડી.એ.પી.ની જગ્યાએ પણ વાપરી શકાય છે. જેનો છંટકાવ ખેડાણ બાદ વાવણી પહેલા જમીન ફળદ્રુપ કરવામાં મદદરૂપ બને છે. તથા પ્રવાહી જીવામૃતનો તાજા છોડને છંટકાવ કરવાથી તેનો વિકાસ વધુ સુદ્રઢ થાય છે. આ બંને જીવામૃત નારણભાઇ જાતે તૈયાર કરે છે.
નાના પાયા પર શાકભાજીનું પણ વાવેતર: ટેક્નોસેવી સ્વભાવ ધરાવતા નારણભાઇ સોશિયલ મીડિયાના માધ્યમથી માલનું વેચાણ કરવા અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવા યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ વર્ષે મગફળીનું બાર વીઘામાં વાવેતર કરવાનો તેમણે પ્રારંભ કરી દીધો છે. બાકીના ખેતરમાં બાગાયતી પાકો અને પશુ માટે ઘાસચારો વાવી રહ્યા છે. આ ઉપરાંત, નાના પાયા પર તેઓ બટેટા તથા અન્ય શાકભાજીનું પણ વાવેતર કરે છે. નારણભાઇની ખેતીમાંથી અન્ય ખેડૂતો પ્રેરણા લઇ શકે તે માટે તેમના ખેતરની મુલાકાત અને શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે, તેમ ઉપલેટાના આત્મા પ્રોજેકટના એ.ટી.એમ. શ્રી રવિ બરોચીયાએ જણાવતાં ઉમેર્યું હતું કે ઉપલેટામાં 45 થી વધુ ખેડૂતો 100 ટકા પ્રાકૃતિક ખેતી કરે છે અને 10 જેટલા ખેડૂતો મોડેલ ફાર્મ ધરાવે છે.
ખેડૂતે સ્માર્ટ વર્કથી ખેતી કરવી:પ્રાકૃતિક ખેતી કરતાં અને પ્રગતિશીલ ખેડૂત એવા ઉપલેટાના નારણભાઇ વસરા કહે છે કે, "ખેડૂત જો સ્માર્ટ વર્ક કરી વેલ્યુ એડિશન સાથે જાતે જ વેચાણ કરે તો પ્રાકૃતિક ખેતી ખૂબ જ નફાકારક સાબિત થાય છે અને સાથો સાથ લોકોના આરોગ્યની ખેવના કરીને આવનારી પેઢી માટે તંદુરસ્ત સમાજના નિર્માણમાં તમામ ખેડૂતોએ જાગૃત બની સહભાગી બનવા નારણભાઇ અને તેમના જેવા ખેડૂતો લોકસેવાના ભાગીદારો બની રહ્યા છે.
- 'શોખ'નો વ્યવસાય, સુરતના આ મહિલા જે શોખને વ્યવસાય બનાવીને કરે છે લાખોની કમાણી - A woman earns millions
- આ તે શાળા છે કે ખંડેર ! તંત્રના પાપે ખુલ્લામાં બેસી ભણવા મજબૂર રાછેણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ - Banaskantha Public Issue