તાપી: જિલ્લાના પોલીસ મુખ્ય મથક ખાતે જિલ્લા પોલીસ વડા અને પોલીસ અધિકારીઓ દ્વારા દશેરાના પર્વ નિમિતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. જેમાં તેમનાં અલગ અલગ શસ્ત્રની પૂજા પરંપરાગત રીતે કરવામાં આવી હતી. આ સાથે આ શસ્ત્રોનો ઉપયોગ હંમેશા સારા કામમાં થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજનનું આયોજન: તાપી જિલ્લામાં નાગરિકો દ્વારા દશેરાના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરી પૂજા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલની હાજરીમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજામાં જિલ્લાના નાયબ પોલીસ અધિકારીઓ તેમજ PI અને PSI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પૂજા પોલીસ હેડ ક્વાર્ટરસ ખાતે કરવામાં આવી હતી. જેમાં શસ્ત્ર પૂજા અને અશ્વ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દશેરા પર્વ નિમિત્તે તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર અને અશ્વ પૂજા કરવામાં આવી (Etv Bharat Gujarat) અલગ અલગ શસ્ત્રોને ફૂલહારથી સુશોભિત કરાયા: તાપી જિલ્લા પોલીસ વિભાગના અલગ અલગ શસ્ત્રોને ફૂલ હારથી સુશોભિત કરીને પૂજામાં મુકવામાં આવ્યા હતાં. જિલ્લાના લોકોની રક્ષા માટે વિભાગે રાખેલા શસ્ત્રોનો સારા કામમાં ઉપયોગ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. દરેક શસ્ત્રોને ફૂલહાર પહેરાવીને તિલક કરીને જિલ્લા પોલીસ વડા દ્વારા પૂજા કરવામાં આવી હતી.જ્યારે આજે દશેરાનો તહેવાર છે. ત્યારે પોલીસ હેડક્વાટરમાં મંત્રોના જાપથી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે દરેક તાલુકાઓના PI અને PSI દ્વારા પણ પોતાના શસ્ત્રની પૂજા કરવામાં આવી હતી.
દશેરા પર્વ નિમિત્તે તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર અને અશ્વ પૂજા કરવામાં આવી (Etv Bharat Gujarat) પોલીસ વડાએ નગરજનોને શુભેચ્છા પાઠવી: પોલીસ વડા રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આજરોજ પોલીસ મુખ્ય મથક ખાતે દશેરા દિવસ નિમિત્તે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ એ સાથે મળી ભગવાનને પ્રાર્થના કરી છે કે, તાપી જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સેવા કરવા માટે જે શસ્ત્રોનો ઉપયોગ થતો હોય છે. તેનું પૂજન કરી અને તેનું સારા કામમાં હંમેશા ઉપયોગ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. આ સાથે તમામ નગરજનોને વિજય દશમીની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
દશેરા પર્વ નિમિત્તે તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર અને અશ્વ પૂજા કરવામાં આવી (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- દશેરાના પર્વ નિમિતે ખાઓ પંજા ગાંઠીયા!, જૂનાગઢમાં અહીં વજનથી નહીં, નંગના હિસાબે મળે છે પંજા ગાંઠીયા, ભાવ છે...
- જુનાગઢમાં દશેરાની જમાવટ, જલેબી અને ફાફડા ખરીદવા દુકાનોમાં લાગી લાઈનો