જૂનાગઢ: આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભાઈબીજના તહેવારની પરંપરા યમરાજા અને તેમના બહેન યમુનાજી સાથે જોડાયેલી છે. આજના દિવસે યમરાજાને ઘરે બોલાવીને યમુનાજીએ ભોજન પ્રસાદ અર્પણ કર્યું હતું, ત્યારથી સનાતન ધર્મની આ પરંપરા આજે પણ જોવા મળે છે. આધુનિક યુગમાં આ પરંપરા આજે થોડી ભોજનને લઈને બદલાઈ છે, પરંતુ તેનો ભાવ અને પ્રથા આજે પણ અકબંધ જોવા મળે છે.
આજે ભાઈ બીજનો તહેવાર પરંપરિક મહત્વ આજે પણ અકબંધ
આજે ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. સનાતન ધર્મની આ સૌકાઓ પૂર્વેની પરંપરા આજે આધુનિક યુગમાં પણ અકબંધ જોવા મળે છે. ભોજનને લઈને તેમાં સમયને અનુરૂપ ફેરફાર જોવા મળે છે, પરંતુ જે રીતે વિક્રમ સવંતના નવા વર્ષના બીજા દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરવા માટે આવે છે. આ ધાર્મિક પરંપરા જે આજથી અનેક સદીઓ પૂર્વે યમુનાજી અને તેના ભાઈ યમરાજાના ભોજન કરવાથી શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. આજના દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરીને ભાઈબીજના તહેવારની ઉજવણી કરે છે.