પાટણ: 11 ફેબ્રુઆરી, રવિવારના રોજ પાટણ જિલ્લાના હારીજની મામલતદાર કચેરીના ત્રીજા માળેથી મામલતદાર વી.ઓ.પટેલે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેમના આપઘાતના પગલે સમગ્ર પાટણ જિલ્લામાં ચકચાર મચી ગયો છે. જોકે, તેમના આપઘાતને લઈને વધુ એક માહિતી સામે આવી છે.
Mamlatdar Suicide: ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરતા પહેલાં મામલતદારે પીધી હતી ઝેરી દવા
પાટણ જિલ્લાના હારીજના મામલતદાર વી.ઓ.પટેલના આપઘાતને લઈને વધુ એક ચકચારી માહિતી સામે આવી છે. જોકે, તેમના આપઘાતના કારણોની તપાસ કરતી પોલીસને હજી સુધી એ જાણવા મળ્યું નથી કે, તેમણે આવું ગંભીર અને અંતિમ પગલું શા માટે ભર્યુ ?
Published : Feb 13, 2024, 12:36 PM IST
ઝેરી દવા પીઈને લગાવી મોતની છલાંગ: પાટણ જિલ્લાના હારિજમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલે કચેરીની ઈમારત પરથી કૂદીને આપઘાત કરતા પહેલાં તેમણે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. મામલતદાર વી.ઓ.પટેલના આપઘાતના કારણોની તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું છે કે, તેમણે આપઘાત કરતા પહેલાં ઝેરી દવા પીધી હતી.
આપઘાતનું કારણ અકબંધ: ઘટના સ્થળેથી પોલીસને ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. બીજી તરફ મામલતદારના આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી મામલતદાર જેવા વ્યક્તિએ આખરે શા માટે આ પ્રકારનું ગંભીર અને અંતિમ પગલું ભર્યુ ? ઉલ્લેખનીય છે કે, મૃતક મામલતદાર વી.ઓ.પટેલ દિયોદર તાલુકાના લીલાધર ગામના મુળ રહેવાસી હતા ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.