ગુજરાત

gujarat

ETV Bharat / state

એક તરફ મ્યુ.કોર્પોની આર્થિક પરિસ્થિતિ નબળી બીજી તરફ રીવરફન્ટ કોર્પો.ને 2200 કરોડની લોન આપતું મ્યુ.કોપોં. - 2200 CRORE LOAN GIVING MU COPO

ઓકટ્રોયની ગ્રાન્ટની 34000 કરોડ જેટલી બાકી રકમ રાજ્ય સરકાર પાસેથી વસૂલવાથી મ્યુ.કોર્પો અને તેની સંલગ્ન તમામ સંસ્થાઓ આર્થિક રીતે સધ્ધર બની જાય

Etv Bharatshahezad pathan
Etv Bharatshahezad pathan

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 10:17 PM IST

અમદાવાદ: રીવરફ્રન્ટ ઉપર રૂ.2,200 કરોડનો નાણાંકીય બોજો દુર કરવા રીવરફ્રન્ટની જમીનો દેશ વિદેશના ઉદ્યોગપતિઓને કરોડોના ભાવની જમીનો નજીવા ભાવે લીઝ ઉપર આપી ભષ્ટ્રાચાર આચરવાનો હીન પ્રયાસ કરતું ભાજપ

રીવરફન્ટ પ્રોજેકટ: સને- 1997માં સાબરમતી રીવરફ્રન્ટ લી.ની પબ્લીક લી. કંપની તરીકે રચના કરવામાં આવેલ હતી ત્યારબાદ સને- 2003માં તે પ્રોજેક્ટ શરૂ કરતી વખતે 1000 દિવસમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાયેલ પરંતુ આજે પણ તે પ્રોજેકટ પુરો થઈ શક્યો નથી રીવરફન્ટ પ્રોજેકટ માટે 2005-06 થી ડીસે-2023 સુધીમાં મ્યુ.કોર્પો.દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ લી ને 2,200 કરોડથી પણ વધુ રકમની લોન આપેલ છે. આ રકમમાં વ્યાજની રકમ સામેલ નથી વ્યાજની રકમ ઉમેરતાં લોનની રકમ અધધધ્ધ થઇ જવા પામે હાલ મ્યુ.કોર્પોના માથે 957 કરોડનું દેવું ઉભું જ છે ત્યારે એક તરફ સત્તાધારી ભાજપ ડબલ તથા ટ્રીપલ એન્જીન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ 34,000 કરોડ જેટલી ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ રાજ્ય સરકાર પાસેથી વસૂલવા અસક્ષમ છે જો ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ વસુલવામાં આવે તો મ્યુ.કોર્પો અને તેની સંલગ્ન તમામ સંસ્થાઓ આર્થિક રીતે સધ્ધર બની જાય.

વર્લ્ડ બેંક પાસેથી લોન લેવાની પડી ફરજ: હાલમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોની આર્થિક પરિસ્થિતિ કથળવા પામેલ છે હાલ મ્યુ.કોર્પોની તીજોરી પર રૂ.957 કરોડનું દેવું કરવાની નોબત આવી છે તેમજ તાજેતરમાં વર્લ્ડ બેંક પાસેથી રૂ.3,000 કરોડની લોન લેવાની ફરજ પડેલ છે અને બીજી તરફ સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો.ને 2,200 કરોડની લોન આપવામાં આવે તે કોઈ પણ રીતે સુસંગત નથી.

રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્ર કે રાજ્ય સરકારે નાણાંકીય મદદ કરી નથી: આ પ્રોજેકટ માટેનું તમામ નાણાંકીય ભારણ ખરેખર તો રાજ્ય સરકારે ઉઠાવવું જોઈએ અમદાવાદ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાતની નાણાંકીય મદદ કરેલ નથી તેમજ રીવરફ્રન્ટની જમીનનું વેચાણ કરવા રાજ્ય સરકાર દ્વારા મોટો વિલંબ કરવામાં આવ્યો તેને કારણે પ્રતિદિન સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો. ઉપર નાણાંકીય ભારણ વધવા લાગ્યુ છે જેને કારણે મ્યુનિ.કોર્પોની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવવામાં વિલંબ થયો છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે ભાજપ દ્વારા ત્રિપલ એન્જીન સરકારની વારંવાર દુહાઈ દેવામાં આવે છે તે ત્રિપલ એન્જીનની રાજ્ય સરકાર પાસેથી ઓકટ્રોયની ગ્રાન્ટની બાકી રકમ તાકીદે વસુલવામાં આવે તો મ્યુ.કોર્પો ઉપર કોઈ નાણાંકીય ન રહેે.

જમીનો ઉદ્યોગપતિઓને નજીવા ભાવે લીઝ ઉપર આપવાની સાજીસ: હવે જ્યારે સાબરમતી રીવરફ્રન્ટ ઉપર રૂ.2,200 કરોડનો નાણાંકીય બોજો છે તે બોજો દુર કરવા તેમજ મ્યુનિ.કોર્પોની તીજોરીની પરિસ્થિતિ હળવી કરવા માટે ભાજપના સત્તાધીશો દ્વારા રીવરફ્રન્ટની મૌકાની જમીનો પોતાના માનીતા દેશ વિદેશના ઉદ્યોગપતિઓને નજીવા ભાવે લીઝ ઉપર આપવાની સાજીસ કરેલ છે જેને કારણે કરોડોના ભાવની જમીનો સામાન્ય સસ્તા દરે આપી ભષ્ટ્રાચાર આચરવાનો હીન પ્રયત્ન કરેલ છે તેને કોંગ્રેસ પક્ષ સખ્ત શબ્દોમાં વિરોધ કરી વખોડી કાઢે છે.

  1. કચ્છના ડુંગરાણી વાંઢ ગામમાં પીણી માટે વલખા મારતા ગ્રામજનો, કૂવામાંથી સીંચીને લોકો મેળવે છે પાણી - water shortage

ABOUT THE AUTHOR

...view details