ગુજરાત

gujarat

ETV Bharat / state

રક્ષાબંધનના તહેવારે જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે, અનોખી પરંપરા - RAKSHA BANDHAN 2024 - RAKSHA BANDHAN 2024

ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રૂપે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં પાછલી 1 સદીથી અનોખી રીતે રક્ષાબંધન સાથે જોડાયેલી કેટલીક પરંપરાગત ઉજવણીઓ પણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે બળેવ રમવાની એક પારંપરિક પ્રથા ઉજવવામાં આવે જુઓ શા માટે રમવામાં આવે છે બળેવ...

રક્ષાબંધનના તહેવારે જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે
રક્ષાબંધનના તહેવારે જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 19, 2024, 8:05 PM IST

રક્ષાબંધનના તહેવારે જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: આજે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રૂપે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં પાછલી 1 સદીથી અનોખી રીતે રક્ષાબંધન સાથે જોડાયેલી કેટલીક પરંપરાગત ઉજવણીઓ પણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે બળેવ રમવાની એક પારંપરિક પ્રથા ઉજવવામાં આવે જુઓ શા માટે રમવામાં આવે છે બળેવ...

રક્ષાબંધનના તહેવારે જૂનાગઢમાં પાછલી 1 સદીથી જળવાઈ રહી છે (Etv Bharat Gujarat)

જૂનાગઢમાં રક્ષાબંધનને અનોખી પરંપરા: સમગ્ર વિશ્વમાં ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક રૂપે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધર્મની પરંપરા અનુસાર તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં ધાર્મિક પરંપરાની સાથે પારંપરિક પરંપરાને લઈને પણ રક્ષાબંધનનો તહેવાર વિશેષ મહત્વનો બની જાય છે. પાછલી એક સદીથી રક્ષાબંધનના દિવસે જૂનાગઢમાં બળેવ રમવાની એક પારંપરિક પરંપરા સતત ઉજવાતી જોવા મળી રહી છે. જેમાં કૃષિ અને ભગવાન બલરામના પ્રતિક રૂપે હળનું પૂજન કરવાની સાથે 4 બાળકોને વિશેષ દોડ પૂરી કરીને આ પરંપરાગત રીતે બળેવ રમવાના પર્વની ઉજવણી કરાઈ હતી.

આવતા વર્ષના વરસાદનો વરતારો: 1 સદી કરતા પણ વધારે સમયથી બળેવ રમવાની આ પરંપરા એકમાત્ર જૂનાગઢ શહેરમાં જોવા મળે છે. જેમાં વર્ણ પ્રમાણે 4 બાળકોને સામેલ કરવાના હોય છે. જેની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે હોય છે. આ ચારેય બાળકોને પરંપરાગત રીતે સ્નાન કરીને માટીના મટકામાં સ્નાન કરેલું જળ એકત્ર કરીને હળની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે.

4 બાળકો 4 મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે: આ 4 બાળકો વિક્રમ સંવતના જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે હળને પ્રદક્ષિણા કર્યા બાદ તેના ચરણોમાં આ ચારેય મટકાને ફોડવામાં આવે છે. ત્યાંથી બાળકો દોડ લગાવીને પરત હળ સુધી પહોંચે છે. જે બાળકને પ્રતિકાત્મક મહિનો આપવામાં આવ્યો હોય તે બાળક પ્રથમ આવે તે મુજબ આવતા વર્ષે જે તે મહિનામાં સાર્વત્રિક વરસાદ પડવાની એક લોકોવાયકા છે. જેને રક્ષાબંધનના તહેવારે પૂર્ણ કરવામાં આવે છે.

  1. ગોંડલની હોસ્ટલમાં રહેતા વિદ્યાર્થીનું અચાનક મોત, પરિવારજનોના ગંભીર આક્ષેપ - Death of a student
  2. TRP ગેંમઝોન કાંડમાં જેલમાં રહેલા મનસુખ સાગઠિયાને રાખડી બાંધવા આવેલ બહેને ચિઠ્ઠી આપવાનો પ્રયાસ કર્યો - TRP Gamezone Fire

ABOUT THE AUTHOR

...view details