ભાવનગર:ભાવનગર એક સમયે સ્ટેટ કહેવાતું હતું, ત્યારે મહરાજાઓ દ્વારા પ્રથમ ભાવનગર વઢવાણ અને બાદમાં ભાવનગર મહુવા રેલવે લાઇન શરૂ કરીને લોકોની સુવિધામાં વધારો કરેલો. જો ત્યાર બાદ આઝાદી પછી ભાવનગર સ્ટેટની આઝાદી સમયમાં ચાલુ લાઈનો બંધ કરવામાં આવી હતી. ભાવનગરના ભાજપના આગેવાન નેતા છેલ્લા ઘણા વર્ષોથી રેલવે લાઈનોની માંગ કરે છે. તાજેતરમાં તેઓ અશ્વિની વૈષ્ણવને પણ મળ્યા છે, ત્યારે કેટલી યોજનાઓની માંગ ચાલો જાણીએ જે તમને પણ નહીં ખબર હોય.
ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટની કેટલા વર્ષોથી માંગ:ભાવનગરના ભાજપના અગ્રણી અને વર્ષોથી લેખિત સરકારીમાં માંગ કરતા આવતા કિશોર ભટ્ટે જણાવ્યું હતું કે, ભાવનગરની જનતાની ભાવનગર બોટાદ સર્વાંગી વિકાસ રેલ્વે યોજના તેમજ નેશનલ હાઇવે અને અન્ય વિકાસ યોજના અંગે અમારી 30 થી 35 વર્ષથી અમારી અવિરત લડાઈ ચાલુ હતી. નરેન્દ્ર મોદી 2014 માં વરાતા ભાવનગર તળાજા મહુવા સોમનાથ નેશનલ હાઈવે તેમજ ભાવનગર ધોલેરા વટામણ અમદાવાદ નેશનલ હાઈવે જે પુર ઝડપે કામ ચાલુ છે.
તારાપુર સહિત લઈ રેલવે લાઈનની માંગ: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરની કોંગ્રેસ દ્વારા 1984માં BMT રેલવે યોજના ભાવનગર તળાજા મહુવા જે બંધ કરી તે પ્રધાનમંત્રીએ સાગરમાળા અંતર્ગત સમાવેશ કર્યો હોય તે પણ ત્વરિત ફરી જમીન કાર્યવાહી થાય તે અંગે તેમજ ભાવનગર અધેલાઇ ધોલેરા ખંભાત ભરૂચ રેલવે યોજના તેમજ ભાવનગર અધેલાઈ ધોલેરા અમદાવાદ રેલવે યોજના જે પ્રાતઃ સ્મરણીય મહારાજાનું ભાવનગર તારાપુર સ્વપ્ન હતું એ પણ પ્રધાનમંત્રી વરાતા 2018માં બજેટમાં સામેલ છે.