આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર શખ્સનું વિકૃત કૃત્ય, (ETV Bharat Reporter) અમદાવાદ : ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર માધવીન કામથની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાની પરિચિત યુવતીના ફોટો મોર્ફ કરી તેના પોસ્ટર બનાવ્યા હતા. જે પોસ્ટરમાં એસ્કોર્ટ સર્વિસ અને યુવતીનો મોબાઇલ નંબર લખી દીધો હતો. જેને પગલે વિકૃત લોકો યુવતીને કોલ કરીને પરેશાન કરતા હતા.
યુવતીને આવ્યા અજાણ્યા ફોન : સેટેલાઈટ વિસ્તારની એક યુવતી ઘણા દિવસથી પરેશાન થઈ ગઈ હતી. તેના મોબાઇલ પર અજાણ્યા વિકૃત લોકો ફોન કરતા અને વિકૃત માગણી મૂકતા હતા. તપાસ કરતાં યુવતીને ખબર પડી કે કોઈએ દીવાલ પર તેના પોસ્ટર લગાવી એસ્કોર્ટ ગર્લ લખ્યું હતું અને તેના પર મોબાઈલ નંબર લખ્યો હતો. જેના પગલે લોકો તેને કોલ કરતા હતા. પોસ્ટર પર યુવતીનો ફોટો મોર્ફ કરેલો ફોટો પ્રિન્ટ કર્યો હતો. પોસ્ટર અંગે જાણ થતા યુવતી ખુદ જે તે સ્થળે પહોંચી અને પોસ્ટર જોયા હતા.
CCTV ફૂટેજથી ભાંડો ફૂટ્યો :આ ઘટનાને લઇને યુવતી તરત જ પરિવારના સભ્યો સાથે સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચી અને સમગ્ર ઘટના રજૂ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં જે સ્થળે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યાં જઈને પોલીસે આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરતા એક યુવક પોતાના વાહન પર ત્યાં આવતા અને દીવાલ પર આ પોસ્ટર લગાવતા નજરે પડે છે. પોલીસે તરત જ ફૂટેજ યુવતીને બતાવ્યા હતા.
આરોપી ઈન્ટરનેશનલ ટેનિસ પ્લેયર :ફૂટેજ જોતા જ યુવતીએ જણાવ્યું કે આ પોસ્ટર લગાવનાર યુવક તેનો પરિચિત માધવીન કામથ છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે, માધવીન કામથ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર છે. પોલીસે આ અંગે તપાસ કરતાં કામથ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રમવા માટે ફ્રાન્સ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી તે પરત આવે ત્યારે તેની પૂછપરછ કરવી શક્ય બને તેમ હતું. જોકે પોલીસે ફરિયાદ તો નોંધી લીધી હતી.
આરોપી ઝડપાયો : આરોપી કામથને આ બાબતે જાણ થઈ જાય અને તે ભારતમાં પરત આવવાનું ટાળે તો તેના વિરુદ્ધ LOC જારી કરવા માટે પણ અમદાવાદ પોલીસે કવાયત શરૂ કરી દીધી છે. પોલીસે કામથ સામે લુક આઉટ સર્ક્યુલર ઇશ્યુ કર્યો હતો. જેને પગલે તે જેવો મુંબઇ લેન્ડ થયો તરત જ તેને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
- ATSને આતંકીઓના મોબાઈલમાંથી મળ્યો તમિળમાં શપથ લેતો વીડિયો - ISIS Logo In Terrorists Mobile
- અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ કરી કેદીની હત્યા, નહાવા માટે થઈ હતી માથાકૂટ - Sabarmati Jail