અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને કોર્ટે એક દિવસના જામીન આપ્યા છે. તથ્ય પટેલના દાદાનું અવસાન થતાં અંતિમ વિધિમાં હાજર રહેવા માટે એક દિવસના જામીન માંગ્યા હતા. જે જોતાં કોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા.
તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે એક દિવસના જામીન મળ્યા, જાણો કોર્ટે કેમ આપ્યા વચગાળાના જામીન? - Tathya Patel case - TATHYA PATEL CASE
અમદાવાદમાં જેગુઆર કારથી પુર ઝડપે ઈસ્કોન બ્રીજ પર લોકોને ફંગોળી નાખવાના મામલામાં 9 વ્યક્તિોના જીવ ગયા હતા. તેના મુખ્ય આરોપી તથ્ય પટેલને કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. શું છે મામલો આવો જાણીએ - Tathya Patel Ahmedabad Accident Case
Published : Aug 23, 2024, 10:45 PM IST
શું હતી ઘટના? શહેરમાં ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલા થયેલા 9 લોકોનો જીવ એક માર્ગ અકસ્માતમાં ગયા હતા. જેમાં જેગુઆર કારના ચાલક તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી હતી. જેતે સમયે તે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો જેને જોઈને સહુ કોઈ હબકી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે કોર્ટ કાર્યવાહી દરમિયાન જામીન માટે તલપાપડ રહેતા તથ્ય પટેલને જામીન મળી શક્યા ન્હોતા. હવે તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તથ્યની જેગુઆર કાર દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
કેમ મળ્યા જામીન? તથ્યના દાદાના મરણક્રિયાના કારણોસર જામીન માંગવામાં આવ્યા હતા. જે બાદ દાદાની અંતિમવિધિ માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, અંતિમવિધિ બાદ ફરીથી તેને જેલમાં પરત લઈ જવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તથ્ય પટેલ એક વર્ષ પહેલા 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા ફંગોળી નાખ્યા હોવાની ઘટનાના મામલામાં જેલમાં બંધ છે.