રાજકોટ:ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થાના સંતો અને સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. સંસ્થાના નારાયણ સ્વરૂપદાસ અને સંચાલક મયુર કાંસોદરીયા સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસ દ્વારા સંચાલકને હસ્તગત લેવાયો હોવાની માહિતી સામે આવી છે. હાલ સંચાલક મયુર કાંસોદરીયાને પોલીસે ઝડપી લીધો છે, અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
ખીરસરાના લંપટ સ્વામીની દુષ્કર્મની ઘટનામાં મુખ્ય સંચાલક આવ્યો પોલીસ સકંજામાં - Rajkot Swami Narayan Saint Issue - RAJKOT SWAMI NARAYAN SAINT ISSUE
રાજકોટના ઉપલેટામાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ યુવતી સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની પોલીસને ફરિયાદ મળી છે. સંસ્થાના નારાયણ સ્વરૂપદાસ અને સંચાલક મયુર કાંસોદરીયા સામે પણ પોલીસમાં નોંધાઈ હતી , તેણે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. Rajkot Swami Narayan Saint Issue

Published : Jun 24, 2024, 3:57 PM IST
સંચાલકને પોલીસે ઝડપ્યો: મયુર કાંસોદરીયાને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતા તેને શનિવારે બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા ઝડપાયેલ વ્યક્તિની અટકાયત અંગેની માહિતીઓ હજી પણ જાહેર કરવામાં આવી નથી. આ ઘટનામાં બન્ને સ્વામીઓ પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસ શંકાની સોય યથાવત જોવા મળી રહી છે.
મીડિયાને પણ દૂર રાખવાના પ્રયત્નો: સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક સ્વામીને પોલીસે દબોચી લીધા લેવામાં આવ્યો છે. હજી પણ પોલીસ અને તેમની તપાસની કામગીરી ઉપર લોકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, આ સમગ્ર મામલાથી મીડિયાને પણ દૂર રાખવામાં આવી રહી છે, અને મામલો છુપાવવા અને દબાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.