ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં એક ઘરમાં મળ્યા પતિ-પત્નીના મૃતદેહ, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો - SURAT CRIME

સુરતના સિંગણપોર વિસ્તારની ગંગોત્રી સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 7:06 AM IST

સુરત : હાલમાં જ સુરતના સિંગણપોર વિસ્તારની ગંગોત્રી સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જ સિંગણપોર પોલીસનો કાફલો સોસાયટીમાં દોડી આવ્યો હતો. બંને મૃતદેહનો કબજો મેળવી સ્મીમેર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરમાં મળ્યા પતિ-પત્નીના મૃતદેહ :આ બાબતે સુરત પોલીસ DCP પિનાકીન પરમારે જણાવ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમારા સિંગણપોર પોલીસને જાણ કરવામાં આવી હતી કે, ન્યુ ત્રિવેદી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 50 વર્ષીય નરેશભાઈ કુંડલીયાએ આપઘાત કર્યો છે. ઉપરાંત તેમની 45 વર્ષીય પત્ની જમનાબેનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે.

સુરતમાં એક ઘરમાં મળ્યા પતિ-પત્નીના મૃતદેહ (ETV Bharat Gujarat)

પોલીસ કાર્યવાહી :આ મામલે સિંગણપોર પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો હતો. બંને મૃતદેહનું પંચનામું કરી સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તે સાથે આજુબાજુના લોકો પાસે પણ પરિવારની માહિતી લેવામાં આવી હતી. મૃતક નરેશભાઈને બે પુત્રો છે. જેમાં એક પુત્ર હરિયાણા ખાતે કબડ્ડી સ્પર્ધામાં ગયો હતો. હાલ તેના પુત્રને પણ જાણ કરવામાં આવી છે.

પતિએ જ કરી પત્નીની હત્યા ?પ્રાથમિક માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે ખૂબ જ આંતરિક ઝઘડાઓ ચાલી રહ્યા હતા. આ ઝઘડો ગઈકાલે પણ થયો હતો. કોઈ વાતે ઝઘડો થયો હતો તે હાલ તપાસનો વિષય છે. આ ઝઘડાની અદાવતમાં મૃતક નરેશભાઈએ પોતાની પત્ની જમનાબેનની હત્યા કરી હોય અને બાદમાં પોતે આપઘાત કર્યો હોય તેવી શંકા જઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

  1. સુરતમાં 4 વર્ષથી રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ
  2. સુરતમાં MD ડ્રગ્સ મામલે બે આરોપીઓની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details