સુરત :છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં વધી રહેલી ગુન્હાખોરી અટકાવવા સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ તેમજ વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગમાં DCP સહિત 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા.
સુરત પોલીસ એક્શન મોડમાં :આ બાબતે DCP ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ડીંડોલી પોલીસ સ્ટેશન ટીમે ડીંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ વિવિધ સ્થળોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. નોંધનીય છે કે, ભેસ્તાન આવાસમાં કુલ 1600 થી વધુ મકાનો આવેલા છે. ત્યાં ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કેટલાક લોકો પણ રહે છે, જેઓના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે.
સુરત પોલીસ આવી એક્શન મોડમાં (ETV Bharat Gujarat) ભેસ્તાન સ્લમ આવાસમાં કોમ્બિંગ :ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તે ઉપરાંત 50 થી વધુ હિસ્ટ્રીશીટર પણ પૂછપરછ કરી હતી. તે સાથે 4 જેટલા ડ્રોનની મદદથી પણ વિસ્તારમાં શંકાસ્પદ જગ્યા ચેક કરવામાં આવી હતી.
50 જેટલા હિસ્ટ્રીશીટરની પૂછપરછ :આ લોકોના ઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેઓના આમાંથી કોઈ પ્રતિબંધિત નશાખોરી વસ્તુ છે કે, નહીં તે માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધુ હિસ્ટ્રી શીટરની પણ પૂછપરછ કરી હતી. તે સાથે 4 જેટલા ડ્રોનની મદદથી પણ વિસ્તારમાં શંકાસ્પદ જગ્યા ચેક કરવામાં આવી હતી.
- સુરતમાં ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ મામલે બે આરોપીઓની ધરપકડ
- સુરત 114 કરોડના સાઈબર ફ્રોડ મામલે એક આરોપીની ધરપકડ