સુરતઃ ઓલપાડ તાલુકાના કીમ નજીક કુડસદ ગામે ક્રિકેટ મેચ દરમિયાન બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ મામલો કીમ પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે 6 ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી સહિત વિવિધ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો. રમત રમવામાં થયેલ બોલાચાલીમાં એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાતા આ બનાવ ચર્ચાની ચકડોળે ચઢ્યો છે.
સુરતના કીમ પોલીસ સ્ટેશનમાં 6 વિરુદ્ધ એટ્રોસિટી અંતર્ગત ગુનો નોંધાયો, ક્રિકેટ રમતા થઈ હતી બોલાચાલી - Surat Atrocity Case
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ક્રિકેટ મેચ દરમિયાન થયેલ ઝઘડો કીમ પોલીસ મથકે પહોંચતા પોલીસે 6 ઈસમો વિરુદ્ધ એટ્રોસિટી સહિત વિવિધ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
Published : Apr 10, 2024, 10:21 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ ઓલપાડના કુડસદ ગામે ક્રિકેટની મેચ ચાલી રહી હતી. જેમાં હિરેન પટેલ, રજનીકાંત વસાવા વગેરે સામેલ હતા. રમત દરમિયાન ફટકારવામાં આવેલ બોલ આપવામાં મોડું થવાથી બોલાચાલી થઈ હતી. જેમાં હિરેન પટેલે ફરિયાદી રજનીકાંત વસાવાને જાતિ વિષયક અપમાનજનક ગાળો બોલી હતી. આ સમયે હિરેન પટેલના અન્ય સાથીઓ આવીને ફરીથી જેમ તેમ મનફાવે તેમ બોલવા લાગ્યા હતા. આટલાથી સંતોષ ન થતાં આરોપીઓએ ફરિયાદની ક્રિકેટના સ્ટમ્પ તથા બેટથી મૂઢ માર માર્યો હતો. ફરિયાદી રજનીકાંતના સમાજના આગેવાન વિજય વસાવા આ ઝઘડામાં વચ્ચે પડતાં તેમનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. જેમાં વિજય વસાવાને આદિવાસીનો આગેવાન બને છે, તારા ટાંટિયા ભાંગી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી.
એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાયોઃ આ સમગ્ર મામલો કીમ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં ફરિયાદી રજનીકાંત વસાવાએ હિરેન પટેલ ઉપરાંત અમિત પટેલ, હર્ષલ પટેલ, પિયુષ પટેલ, મિતેશ પટેલ, નરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. કીમ પોલીસે એટ્રોસિટી સહિત વિવિધ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. કીમ પોલીસ મથકના PSI વી.આર. ચોસલાએ જણાવ્યું હતું કે, મળેલ ફરિયાદ મુજબ 6 લોકો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.