ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સહિત 600 મિલકતો સીલ (ETV Bharat Guajrat) સુરત: રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત તંત્ર હરકતમાં છે. સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો, શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, હોટલ રેસ્ટોરન્ટ સહિત તમામ મિલકતો પર ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ જે લોકોને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. અને ત્યારબાદ પણ તેઓએ સમયસર ફાયરના સાધનો લગાવ્યા નથી. તેમની ત્યાં સતત એક્શન લેવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી ફાયર વિભાગ દ્વારા સીલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ગુરુવારે રાત્રે પણ ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શહેરના અલગ અલગ ઝોનમાં પહોંચીને સીલીંગની કામગીરી હાથ ધરી હતી.
લીંબાયત ઝોન
- સ્વદેશી માર્કેટ, સાલાસર ગેટ, રીંગ રોડ, સુરત. જેમાં 102 દુકાનોને સીલ કરેલ છે.
- સાઈ કોમ્પ્લેક્ષ, સાઈ પોઈન્ટ, ડીંડોલી, સુરત. જેમાં 38 દુકાનોને સીલ કરેલ છે.
વરાછા-બી ઝોન
- આસ્થા મેડીકેર, અબ્રામા રોડ, મોટા વરાછા, સુરત. જેમાં 38 દુકાનોને સીલ કરેલ છે.
કતારગામ ઝોન સીલ કરેલ દુકાનો
- માનસરોવર શોપ્પીંગ સેન્ટર-બી, અમરોલી,સુરત
- સૃષ્ટિ જનરલ હોસ્પિટલ,અમરોલી
- સ્ટેલોન જિમ, કતારગામ,સુરત
- જી.આર. જિમ, કતારગામ, સુરત
- એસ.આર. જિમ, વાળીનાથ ઝોન, કતારગામ, સુરત
- સેવિયર ફિટનેસ જિમ, કતારગામ, સુરત
રાંદેર ઝોન
- ગુજરાત મોટર સર્વિસ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરતને સીલ કરેલ છે.
- સ્કૂટજી પ્રા.લી., આનંદ મહલ રોડ, અડાજણ, સુરતને સીલ કરેલ છે.
- વીર સ્પ્રિંગ કોમર્શીયલ બિલ્ડીંગ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરતને સીલ કરેલ છે.
- હોટલ વનતારા, પહેલું બેઝમેન્ટ, મીના બજાર કોમ્પ્લેક્ષ, પલ ગામ સર્કલ, સુરતને સીલ કરેલ છે.
- પરમ મોલ એન્ટરપ્રાઈસ, એમેઝોન પાર્સલ ગોડાઉન, સુરતને સીલ કરેલ છે.
- ફિંગર લોજીસ્ટ પાર્સલ પ્રા. લી., એમેઝોન પાર્સલ ગોડાઉન, સુરતને સીલ કરેલ છે.
- દ્વારકેશ ડીસ્ત્રીબ્યુતર, શુભમ એન્ટરપ્રાઈસ, બીડી એન્ટરપ્રાઈસ કં ગોડાઉન, સુરતને સીલ કરેલ છે.
- નારાયણ મૂની એન્ટરપ્રાઈસ, ગાદલા સ્પંચ ગોડાઉન, સુરતને સીલ કરેલ છે.
- શુભમ એન્ટરપ્રાઈસ રાઈસ મિલ, સુરતને સીલ કરેલ છે.
સુરત મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ
ઉધના ઝોન
- નાથુરામ ટાવર, મીથી ખાદી, ઉધના, સુરત. જેમાં 130 દુકાનો સીલ કરેલ છે.
અઠવા ઝોન
- પી એન્ડ ડી.એસ. એજ્યુકેશન, શોપ નં. 38,39 સોમેશ્વર સ્કવેર, વેસુ, સુરતને સીલ કરેલ છે.
- િચમંડ પ્લાઝા, વેસુ, સુરત. જેમાં 50 દુકાનો, 03 હોટલ અને 01 ધીરજ સન્સ સ્ટોરને સીલ કરેલ છે.
- સફળ સ્કવેર, ઉધના-મગદલ્લા રોડ, સુરત. જેમાં 82 દુકાનો, 06 રેસ્ટોરન્ટ,07 હોટલને સીલ કરેલ છે.
સેન્ટ્રલ ઝોન
- હોટલ સુરત એ.સી ડોરમેટરી, સ્ટેશન રોડ,સુરતને સીલ કરેલ છે.
- રાજ પુરોહિત એ.સી. ડોરમેટરી, સ્ટેશન રોડ,સુરતને સીલ કરેલ છે. ફિટવે જિમ, આઈ.પી. મિસન કંપાઉન્ડ, મુગલીસરા,સુરતને સીલ કરેલ છે.
- ગુજ્જુ રેસ્ટોરન્ટ, સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ, મજુરાગેટ ચાર રસ્તા,સુરતને સીલ કરેલ છે.
- એલ.બી. ટાવર બી બ્લોક, રતન સિનેમાની નજીક, સલાબતપુરા, સુરત. જેમાં 60 દુકાનો સીલ કરેલ છે.
- હમારા નેતા કૈસા હો : ભાવિ સાંસદ પાસે કચ્છ લોકસભા બેઠકના મતદારોની અપેક્ષા શું ? - Lok Sabha Election 2024
- દેશમાં 14.2 ટકા વસ્તી ધરાવતા મુસ્લિમોની રાજકારણમાં કમી, પોતાના જ વિસ્તારમાં રહેવા કેમ મજબૂર છે સમુદાયો ? - Muslims from Indian politics