પીએમ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સુરત: શહેર અને જિલ્લામાં મહિલાઓ અને ખાસ કરીને બાળકીઓ સાથે કરવામાં આવેલ ગુનાઓની સંખ્યા વધી રહી છે તેપોલીસ અને સમાજ માટે ચિંતાનો વિષય છે. સુરત ગ્રામ્ય પલસાણામાં 11 વર્ષની બાળકી 5 દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી. ઘટનાના પાંચમા દિવસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો બળાત્કાર કરી હત્યા કરી દેવાઈ હતી. આ ગુનાના આરોપીઓ બાળકીના જ પાડોશી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર ઘટનાક્રમઃ 23 માર્ચના રોજ સુરત જિલ્લાના તાતી થૈયા ગામની હદમાંથી 11 વર્ષની બાળકી ગુમ થઈ હતી. આ બાળકીને શોધવા માટે પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. જે સ્થળે પોલીસે ડ્રોન ઉડાવીને બાળકીની શોધખોળ કરી હતી ત્યાંથી જ બાળકીની લાશ 5 દિવસ બાદ મળી આવી હતી. જો પોલીસે જે તે સ્થળની સઘન તપાસ કરી હોત તો બાળકીનો મૃતદેહ અગાઉ જ હાથ લાગ્યો હોત. બાળકીનો મૃતદેહ તેના ઘરથી 600 મીટર દૂર મળી આવ્યો હતો.
આરોપીઓ સામે હોવા છતાં પોલીસ ઓળખી ન શકીઃ આ ગુનામાં પોલીસે દીપક અને અનુજ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા કરનાર આ બંને આરોપી બાળકીની હત્યા બાદ આ જ વિસ્તારમાં ફરતા હતા. ઘટનાને 5 દિવસ થયાં હોવા છતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નહોતી. બંને આરોપીઓ બાળકીને ઓળખતા હતા અને નજીકના જ મકાનમાં રહેતા હતા. બાળકીની હત્યા વખતે 1 આરોપીના હાથમાં ઈજા થતા તેનાથી જ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસના નાક નીચે આરોપીઓ છેલ્લા 6 દિવસથી હતા પરંતુ પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરતા 5 દિવસ સુધી આરોપીઓ આરામથી ફરી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે, 100 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી 600થી વધુ ઘરોને સર્ચ કર્યા પરંતુ વાસ્તવિકતા છે કે પોલીસના નાક નીચે બંને આરોપી હતા. જો તેમની કડકાઈથી પૂછપરછ સારી રીતે કરવામાં આવી હોત તો આરોપીઓ વહેલા ઝડપાઈ જાત.
જેનાઈટલ ઈંજરી મળી આવીઃ બ્રુટલ કહી શકાય તેવી ઘટના બાળકી સાથે થઈ છે તેથી મૃતકનું ફોરેન્સિક પેનલ પીએમ કરાયું છે. તેમાં પ્રાથમિક જાણકારી સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ગણેશ ગોવેલકરે જણાવ્યું હતું કે, પીએમના 3 થી પાંચ દિવસ પહેલા બાળકીની હત્યા કરાઈ હતી. મૃતકના ગળા પર ગંભીર નિશાન છે આ સિવાય 8થી 10 ગંભીર ઈજાઓ પણ જોવા મળી છે. બાળકીમાં જેનાઈટીલ ઈંજરી પણ મળી આવી છે. જોકે ચોક્કસ હત્યાના કારણ જાણવા માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
- Minor Gang Rape: 9 વર્ષની બાળકી ઉપર 15 અને 17 વર્ષના તરુણોએ વારંવાર ગેંગરેપ ગુજાર્યો
- Surat Crime : આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, સગીર આરોપી કુટુંબનો જ હતો