ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat news: દેવુ ભરપાઈ કરવા માટે ચેન સ્નેચર બન્યો, આરોપીએ પોલીસને કરેલી કબુલાત

સુરતના એક યુવકે શોટકર્ટમાં રૂપિયા કમાવવા અને પોતાના પર ચડેલું દેવું ઉતારવા માટે ગુનાનો એવો રસ્તો પસંદ કર્યો જેના કારણે આજે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આ આરોપીની ધરપકડ કરી ત્યારે પોલીસ પણ તના ખુલાસા સાંભળીને બે ઘડી વિચારમાં પડી ગઈ હતી.

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 12:44 PM IST

ચેઇન સ્નેચિંગ કરનાર રત્નકલાકારની ધરપકડ
ચેઇન સ્નેચિંગ કરનાર રત્નકલાકારની ધરપકડ

સુરત: સુરતના સીંગણપોર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગની ઘટના પ્રકાશમાં આવી હતી, આ અંગે સીંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચે મોપેડની નંબર પ્લેટ બદલી ગુનાને અંજામ આપનાર સન્ની બાબુભાઇ પટેલ નામના આરોપીની નાનપુરા માછીવાડ ખાતેથી ધરપકડ કરી હતી.

ચેઇન સ્નેચિંગ કરનાર રત્નકલાકારની ધરપકડ

નોકરી છુટી જતાં બન્યો ચેન સ્નેચર: પોલીસના હાથે ઝડપાયેલા આરોપી સન્નીએ જણાવ્યું હતું કે, તે રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો. દિવાળી બાદ હીરા કારખાનામાં આવેલી મંદીના કારણે નોકરી છૂટી જતા તે બેકાર બન્યો હતો. આર્થિક સંકડામણના કારણે માથે દેવું થઈ જતા અને ઘરખર્ચ કાઢવા તેણે ચેન સ્નેચિંગનો માર્ગ અપનાવ્યો હતો. પોલીસ સમક્ષ કબુલાતમાં તે નશો કરતો હોવાનું પણ જણાયું હતું.

2 લાખથી મુદ્દામાલ જપ્ત: સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન, મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસને સોનાની ચેન સહીત કૂલ રૂપિયા 2 લાખ 3 હજાર 750નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

કેવી રીતે આપતો હતો ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ: આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે ધંધામાં મંદી ચાલતી હતી અને દિવાળી બાદ તેને કામ પર બોલાવેલ ન હતો.જેથી, તેને આજ દિન સુધી બીજું કોઈ કામ ન મળતા દેવું પણ થઇ ગયું હતું, જેથી આરોપીએ સોનાની ચેન પહેરેલી એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેન સ્નેચીંગ કરવાનું નક્કી કર્યું હતું.પોતાની એક્ટિવા મોપેડમાં નંબર પ્લેટ બદલીને તે ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતો હતો.

  1. Surat police: 5 વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર નરાધમ ઝડપાયો
  2. Surat News: સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર શ્રમિકની રાજસ્થાનથી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details