ગુજરાત

gujarat

ETV Bharat / state

17 જિલ્લાના 32 શિક્ષકો વિદેશ, ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ - Arbitrary teacher in Gujarat

શિક્ષિત અને વિકસિત ગુજરાતમાં ગુલ્લીબાજ શિક્ષકોના મુદ્દાએ જોર પકડ્યું છે. અનેક શિક્ષકો વિદેશમાં હોવા છતાં અહીં તેમની ફરજ શાળામાં બોલતી હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ફરજ પર ગુલ્લી મારીને વિદેશમાં મોજ કરતા શિક્ષકોના કારણે ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને છે. ત્યારે આવા ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ સરકારે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે. education minister praful pansheriya

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 13, 2024, 7:14 AM IST

17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશમાં: શિક્ષણપ્રધાન (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજ્યમાં અનેક જિલ્લાની સરકારી સ્કૂલમાંથી ભૂતિયા શિક્ષકો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે બનાસકાંઠા, મહેસાણા, ખેડા, સુરેન્દ્રનગરના આંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની આશંકાએ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે. ભૂતિયા શિક્ષકોને શોધવા માટે સર્વે શરૂ કરાયો છે. જે અંતર્ગત રાજ્યની તમામ સ્કૂલમાંથી શિક્ષકોની હાજરીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ આ રિપોર્ટ રાજ્ય શિક્ષણ વિભાગને સોંપશે. જે બાદ રજા લીધા વિના ગેરહાજર રહેલા અને વિદેશ સ્થાયી થયેલા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશમાં: હાલ રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરી અને ભૂતિયા શિક્ષકોના મુદ્દાએ જોર પકડ્યું છે. ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું જાણાવ્યુ છે. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હોવાનું રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યુ હતુ. સરકારી આંકડા પ્રમાણે 17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશ ભાગી ગયા છે. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યું છે. તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકાર એક્શન લેશે.

શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી: આ બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી. માનવતાના અભિગમથી કર્મચારીઓને બે, ત્રણ કે છ મહિનાની રજા અપાતી હોય છે. ત્યારે હકનો દુરૂપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઇ શકે તે અંગે સરકાર ચર્ચા વિચારણા કરશે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જેટલા પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને વિદેશમાં જતા રહ્યા છે તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.

ગુલ્લીબાજ શિક્ષકોની ખેર નથી: શિક્ષણ વિભાગ સ્પષ્ટ છે અને કોઈપણ લાલિયાવાડી ચલાવવામાં માગતા નથી. આ રીતે એક પણ જિલ્લામાં કોઈ પણ શિક્ષક બિનઅધિકૃત કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી મંગાવી છે. આ શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે શિક્ષા કરવામાં આવશે. શિક્ષકોની ગેરહાજરીના આંકડા બાબતે વિભાગે 17 જિલ્લાના 31 શિક્ષકો ગેરહાજર અને 32 શિક્ષકો વિદેશ ગયાનો ખુલાસો કર્યો હતો. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે.

  1. ભાભરના સુથાર નેસડી શાળાનો શિક્ષક, NOC વગર કપાત પગાર પર 10 મહિનાથી વિદેશમાં - Banaskantha teacher
  2. બનાસકાંઠાની શિક્ષિકાનો વીડિયો થયો વાયરલ વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા - AMBAJI VIRAL VIDEO TEACHER

ABOUT THE AUTHOR

...view details