ગીર સોમનાથ :દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોનું કારસ્તાન સોમનાથ પોલીસે નિષ્ફળ કર્યું છે. સંઘ પ્રદેશ દીવ અને ગુજરાત વચ્ચે દરિયાઈ માર્ગે દારૂની ખેપ મારતા બુટલેગરો દારૂનો મોટો જથ્થો અમરેલીના જાફરાબાદ ખાતે પહોંચાડવાનો હતો. સમગ્ર કારસ્તાનની ગંધ પોલીસને આવી જતા લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાત્રીના અંધારામાં થઈ રહેલી દારૂની હેરાફેરીને ખુલ્લી પાડીને ત્રણ આરોપીની અટકાયત કરી છે. આ મામલે મુખ્ય આરોપીને પકડી પાડવામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ દરિયાઈ માર્ગે દારૂની ખેપ :નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા બુટલેગર બેફામ બની રહ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી દરિયાઈ માર્ગે અનેક વખત નશાકારક પદાર્થોની હેરાફેરી સામે આવી છે. પરંતુ પ્રથમ વખત દીવના દરિયામાં બોટ મારફતે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલામાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. દારૂની હેરાફેરી કરનાર મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર છે, જેને પકડી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
દારૂ ક્યાં પહોંચાડવાનો હતો ?મળતી વિગત અનુસાર દારૂની હેરાફેરી કરતા મુખ્ય આરોપી અને હાલ પોલીસ ચોપડે ફરાર મહેશ રાઠોડ દીવ અને ગુજરાત વચ્ચે દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરતો હતો. જેના માટે ઈસ્માઈલ પટેલીયાની બોટનો ઉપયોગ કરી, તેમાં મયુર કાપડિયા અને ભારત સોલંકી દારૂનો જથ્થો દીવના દરિયા માંથી વહેતો કરતા હતા. દારૂનો જથ્થો જાફરાબાદ પહોંચાડ્યા બાદ બોટના માલિક ઈસ્માઈલ પટેલિયાને આ મામલાની જાણ મહેશ રાઠોડ કરવાનો હતો.
મધદરિયે ત્રણ આરોપી ઝડપાયા : પરંતુ નવા બંદર નજીક દરિયામાં ત્રણ નોટિકલ દૂર પોલીસે આરોપીઓનો થપ્પો કર્યો હતો. પોલીસે દારૂની હેરાફેરીનો ખુલાસો કરીને કુલ 7 લાખ 61 હજારથી વધુના મુદ્દામાલની સાથે ગુજરાત રજીસ્ટ્રેશન નંબર જીજે 32 એમ.ઓ 7628 નંબરની બોટ કબજે કરી છે. આ બોટનો ઉપયોગ માછીમારી માટે કરવામાં આવતો હતો, પરંતુ તેના માલિકે માછીમારીની જગ્યાએ દારૂની હેરાફેરી માટે બોટનો ઉપયોગ કર્યો અને આજે તે પોલીસ સકંજામાં છે.
- Gir Somnath Crime : નોકરીની લાલચ આપી ઉમેદવારોના લાખો ખંખેર્યાં, ટોળકીનો પર્દાફાશ
- ઉનામાં પકડાયેલા નકલી આધારકાર્ડ કૌભાંડના તાર ઉત્તર પ્રદેશમાં જોડાયાં, મુખ્ય આરોપી અસલમ શેખની સહિત બે આરોપીની અટકાયત