ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : વેડરોડ વિસ્તારમાં ગેંગવોર બાદ સુરત પોલીસનો એક્શન મોડ, કોમ્બિંગ દરમિયાન તીક્ષ્ણ હથિયાર મળ્યા - Surat Crime

સુરતના વેડરોડ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે થયેલા ઝઘડા અને તોડફોડના બનાવ બાદ સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ વિસ્તારમાં સુરત પોલીસે કોમ્બિંગ કરતા કેટલાક ઘરમાંથી તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા હતા. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં પાંચ જેટલા ઈસમોની અટકાયત કરી છે.

કોમ્બિંગ દરમિયાન તીક્ષ્ણ હથિયાર મળ્યા
કોમ્બિંગ દરમિયાન તીક્ષ્ણ હથિયાર મળ્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 12:47 PM IST

વેડરોડ વિસ્તારમાં ગેંગવોર બાદ સુરત પોલીસનો એક્શન મોડ

સુરત : વેડરોડ વિસ્તારમાં બે ગેંગ થયેલી બવાલના બીજા દિવસે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. વેડરોડ બહુચર નગર સોસાયટીમાં પોલીસ સ્ટાફે અચાનક પહોંચી તમામ મકાનની તપાસ શરૂ કરી હતી. કેટલાક મકાનોમાંથી તલવાર અને ધારદાર સહિતના હથિયાર મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જ્યારે પોલીસે રેડ કરી ત્યારે એક ઈસમ તલવારને ધાર આપી રહ્યો હતો.

બે જૂથ વચ્ચે ધિંગાણું :સુરતમાં આવેલા વેડરોડ બહુચર નગર વિસ્તારમાં મોડી રાત્રે અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેમાં 10 થી 12 જેટલા અસામાજિક તત્વોએ સ્થાનિક રહીશોમાં પોતાનો રોફ જમાવવા વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ચોક બજાર તેમજ સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં ચોક બજાર અને સિંગણપુર પોલીસે પાંચ જેટલા આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે આ સમગ્ર બનાવવામાં CCTV ફુટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 10 જેટલા આરોપીઓ વાહનોમાં તોડફોડ કરતા નજરે પડ્યા હતા. પોલીસે રાત્રી દરમિયાન પાંચ જેટલા લોકોની અટકાયત કરી હતી. -- પિનાકિન પરમાર (DCP, સુરત)

કોમ્બિંગ દરમિયાન તીક્ષ્ણ હથિયાર જપ્ત :આ બનાવના બીજે દિવસે સવારે સુરત DCP અને ACP સાથે પોલીસ સ્ટાફે કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસની અલગ અલગ ટીમ બનાવી સ્થાનિક વિસ્તારમાં આવેલા ઘરની તપાસ કરવામાં આવી હતી. આ કોમ્બિંગ દરમિયાન પોલીસને કેટલાક ઘરમાંથી તલવાર, ચાકુ અને ધારીયા જેવા હથિયાર મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ તીક્ષ્ણ હથિયાર કબજે કરી અને હથિયાર રાખનાર ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. એક ઘરમાં તો ઈસમ તલવારની ધાર ઘસતો પણ નજરે પડ્યો હતો.

પોલીસ કાર્યવાહી :સુરત DCP પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, પોલીસે આ સમગ્ર બનાવવામાં CCTV ફુટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 10 જેટલા આરોપીઓ વાહનોમાં તોડફોડ કરતા નજરે પડ્યા હતા. પોલીસે રાત્રી દરમિયાન પાંચ જેટલા લોકોની અટકાયત કરી, જેમાં બે સિંગણપોર પોલીસે તથા ત્રણ લોકોની ચોક બજાર પોલીસે અટકાયત કરી હતી. અમે કોમ્બીનની કાર્યવાહી કરી, જેમાં ઘરમાંથી તલવાર અને ચપ્પુ મળી આવ્યા છે. તેમની ઉપર પણ અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.

  1. Contract Killer Arrested: સુરત પોલીસે રીઢા સોપારી કિલરને ઝડપ્યો, બનાસકાંઠાની ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો
  2. Surat Crime : સુરત ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ, તામિલનાડુમાં કાલભૈરવ મંદિરમાં ઉપાસક બની ભક્તોના ભવિષ્ય જોતો હતો

ABOUT THE AUTHOR

...view details