ભરૂચ: ભરૂચ જીલ્લામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હવે તો માસુમ બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવો કિસ્સો પાનોલી પંથકના એક ગામમાંથી સામે આવ્યો છે. જેમાં ઘર આંગણે રમતી બાળકીને પરપ્રાંતીય નરાધમ પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. બાળકીના રડવાનો આવાજ આવતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી બેભાન અવસ્થામાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીને સારવાર અપાવવા સાથે નરાધમની અટકાયત કરી હતી.
માસૂમ બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય: બનાવની મળતી માહિતી અનુસાર, ભોગ બનનારની માતા બાળકીને લઈ નજીકના રોસ્ટોરન્ટમાં કામ કરવા જતી હતી. ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય 27 વર્ષીય દિપક કુમાર લાલબાબુ સીંગ બાળકીને ધણી વખત રમાડતો અને રમાડવા લઈ પણ જતો હતો. ગઈકાલે સાંજના સમયે ભોગ બનનારની માતા રેસ્ટોરન્ટમાં કામ કરી રહી હતી, તે દરમિયાન નરાધમ દિપક કુમાર લાલબાબુ સીંગ બાળકીને રમાડવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઇ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી અને બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકી ભાગી ગયો હતો.
10 મહિનાની બાળકીને પીંખી નાંખી, બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ ગુનો દાખલ (Etv Bharat Gujarat) પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ:માસૂમ રડતી બાળકીને માતાએ પોતાના હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજા થયાની જાણ થઈ હતી, અને તેની સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની શંકાએ સૌ પ્રથમ નજીકના હોસ્પિટલ બાદ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા બાળકી ઉપર બળાત્કાર થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું. આ બાબતની જાણ થતાં પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈએ ભોગ બનનારની માતા સાથે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી સારવાર અપાવવા સાથે ભોગ બનનારની માતાની ફરિયાદ લઇ નરાધમ આરોપી સામે બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કરી હતી. ઉપરાંત બાળકી અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આજના સમયમાં નાની માસૂમ 10 મહિનાની બાળકીને પણ રમાડવા આપવી જોખમ કારક સાબિત થઈ રહ્યું છે. આરોપીએ ઘણી વખત રમાડવા અને ચોકલેટ આપવાના બહાને આખરે પોતાની હવસનો શિકાર બનાવવાના ઈરાદામાં બાળકી પર બળાત્કાર આચર્યાની ઘટના રુંવાટા ઊભા કરી દેનારી છે.
આ પણ વાંચો:
- રાજકોટ હોસ્પિટલમાં કોન્સ્ટેબલની આંખમાં મરચું નાખી જૂનાગઢ જેલનો કેદી ફરાર, પોલીસ ફરિયાદ નોધાઇ - Prisoner escapes from hospital
- શાળાઓમાં કાયમી ચિત્રકલા શિક્ષકોની ભરતી કરવાની શિક્ષણ મંત્રીને રજૂઆત - demand for drawing teacher