સુરત:સ્વામીનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિધ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે. ત્યારે આ સમિતિ દ્વારા સંપ્રદાયમાં પેસી ગયેલા લંપટ સાધુઓને બરતરફ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો અને મહિલાઓનું શોષણ કરતા સાધુઓ સામે વિરોઘ - Protest against Swaminarayan Sadhus
સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતાં જોવા મળ્યાં છે. સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરૂધ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં બાળકો સહિત મહિલાઓના થઈ રહેલા શોષણની સામે સિધ્ધાંત હિતરક્ષક સમિતિ મેદાને ઉતરી છે. Protest against Swaminarayan Sadhus
Published : Jul 16, 2024, 7:17 PM IST
હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન:સુરતમાં પણ હરિભક્તો રસ્તા પર ઉતરીને હાથમાં પોસ્ટર લઈને પ્રદર્શન કરતાં જોવા મળ્યાં છે. સ્વામિનારાયણ સંસ્થાના બની બેઠેલા લંપટ સાધુ વિરૂધ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લંપટ સાઘુઓ વિશે સમજાવવામાં આવશે: લંપટ સાધુના વિરોધમાં પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે. જેઓ ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવવામાં આવશે. ઘનશ્યામ પરમાર નામના હરિભક્તે કહ્યું કે, એક મહિનાથી અમે આવેદનપત્ર આપીએ છીએ. યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરી રહ્યાં છીએ. અમારો અવાજ દબાવવા માટે ફરિયાદ કરવામાં આવે છે.