પોરબંદર: જિલ્લામાં ભારે વરસાદના કારણે પોરબંદરથી રાજકોટ રેલવે ટ્રેકને અસર પહોંચી હતી. પોરબંદરથી રાજકોટ તરફ જતા રેલવે ટ્રેકના ધરમપુર પાસે આવેલ રેલવે ટ્રેક પર ભારે વરસાદના કારણે વધુ પ્રવાહના કારણે ટ્રેકનું ધોવાણ થયું હતું. જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો હતો.
પોરબંદર-રાજકોટ રેલવે ટ્રેક વરસાદને કારણે ધોવાયો, રેલ્વે સ્ટાફે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી - Track washed out due to rain - TRACK WASHED OUT DUE TO RAIN
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે પોરબંદરથી રાજકોટ રેલવે ટ્રેકને અસર પહોંચી હતી. પોરબંદરથી રાજકોટ તરફ જતા રેલવે ટ્રેકના ધરમપુર પાસે આવેલ રેલવે ટ્રેક પર ભારે વરસાદના કારણે વધુ પ્રવાહના કારણે ટ્રેકનું ધોવાણ થયું હતું. જેના કારણે રેલ વ્યવહાર ખોરવાયો હતો. Track washed out due to rain
Published : Jul 19, 2024, 10:35 PM IST
300 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા:આ ટ્રેકને રીપેરીંગ કરવા માટે વહેલી સવારથી સતત ભાવનગરથી ડી.આર.એમ. સહિતની ટીમ આવી પહોંચી હતી અને રેલ્વે ટ્રેકની મરામતની કામગીરી ઉપાડી લીધી હતી. તેથી હાલ અત્યારે 300થી પણ વધુ કર્મચારીઓ કામગીરીમાં જોડાઈ ગયા છે અને ટ્રેકને પૂર્વ કાર્યરત કરવા માટે મથી રહ્યા છે. વરસાદના લીધે અત્યારે રસ્તાઓ અને રેલ્વે ટ્રેકોની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. જેથી રેલ્વેની મોટી દુર્ઘટના સર્જાઇ શકવાની શક્યતા બની શકે છે. ત્યારે બધો રેલ્વે સ્ટાફ રેલ્વે ટ્રેક પુન: કાર્યરત થાય માટે કાર્ય કરી રહ્યા છે.