જૂનાગઢ: આજથી દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. 8 દિવસ સુધી પ્રકાશના પર્વ દિવાળીમાં ફટાકડાની પણ એક વિશેષ બોલબાલા જોવા મળતી હોય છે. ખૂબ જ અવાજ સાથે ફૂટતા ફટાકડા સામાન્ય લોકોને વિચલિત કરી શકે છે. પરંતુ તેની સૌથી વધારે અને વિપરીત અસરો પાલતુ પ્રાણીઓ જેવા કે, કૂતરા, બિલાડી અને સસલા સહિત અન્ય પશુ પક્ષીઓ પર પણ ખૂબ જ ગંભીર રીતે જોવા મળતી હોય છે.
દિવાળીના આ સમયમાં પાલતુ પ્રાણીના વાલીઓએ તેમના પેટની વિશેષ કાળજી રાખીને દિવાળીના આ દિવસો દરમિયાન સંભવિત અવાજના નુકસાનથી બચાવવા માટે પ્રયાસો કરવા જોઈએ.
દિવાળીમાં પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવી જરુરી (Etv Bharat gujarat) ફટાકડાના અવાજ પાલતુ પ્રાણીઓ માટે હાનિકારક: દિવાળીનો તહેવાર બિલકુલ નજીકના દિવસોમાં આવી રહ્યો છે. આવા સમયે સતત ફટાકડા ફૂટવાનો અવાજ કોઈપણ વ્યક્તિને માનસિક રીતે વિચલિત કરી શકે છે. પરંતુ ફટાકડાના આ અવાજો માણસો માટે જ નહીં પરંતુ પશુ-પક્ષી અને પાલતુ પ્રાણીઓ માટે પણ આટલો જ નુકસાનકારક માનવામાં આવે છે.
દિવાળીમાં પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવી જરુરી (Etv Bharat gujarat) પશુ- પંખીઓને લીવર અને કિડનીને નુકસાન થવાની શક્યતા: દિવાળીના દિવસો દરમિયાન ખૂબ ઊંચા અવાજે ફૂટતા ફટાકડા પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડી, સસલા સહિત અન્ય પશુ પક્ષીઓ માટે માનસિક રોગની સાથે લીવર અને કિડનીને નુકસાન થવા સુધીની ગંભીર બીમારીઓ પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન પ્રત્યેક પાલતુ પ્રાણીના વાલીઓ તેમના પેટની આ દિવસો દરમિયાન વિશેષ સુરક્ષા અને કાળજી રાખવાની જરૂરિયાત ઊભી થતી હોય છે.
દિવાળીમાં પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવી જરુરી (Etv Bharat gujarat) પશુઓને વધુ અવાજથી માનસિક તાણની શક્યતા:સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની અવાજ સાંભળી શકવાની ક્ષમતા મનુષ્યમાં 00 થી લઈને 140 ડેસીબલ જેટલી જોવા મળે છે, તેનાથી વધારે અવાજ માણસો માટે પણ માનસિક તાણનું કારણ બની શકે છે. આવા સમયે શ્વાન અને બિલાડીની સાંભળી શકવાની ક્ષમતા માઇનસ 15 થી લઈને 1200 ડેસીબલ જેટલી ખૂબ ઊંચી જોવા મળે છે.
દિવાળીમાં પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવી જરુરી (Etv Bharat gujarat) પ્રાણીઓને સાંભળવામાં તકલીફ થવાની શક્યતા: માણસની સરખામણીએ પાલતુ પ્રાણીઓની સાંભળી શકવાની ક્ષમતા ચાર ગણી વધારે હોય છે. જેને કારણે ફટાકડાનો ખૂબ મોટો અવાજ આપણને જેટલો નુકસાનકારક લાગે છે. તેના કરતાં પાલતુ પ્રાણીઓ માટે તે ચાર ગણો વધુ નુકસાનકારક સાબિત થાય છે. જેથી પાલતુ પ્રાણીઓમાં માનસિક તાણ આવવાની સાથે કોઈ પણ પાલતુ પ્રાણીના લીવર અને કિડની પર પણ ખૂબ મોટું નુકસાન થાય છે. દિવાળી બાદ 10 થી 15 દિવસના સમયગાળા દરમિયાન પાલતુ પ્રાણી તેની વાસ્તવિક સ્થિતિમાં આવતું હોય છે.
દિવાળીમાં પાલતુ પ્રાણીઓની દેખરેખ રાખવી જરુરી (Etv Bharat gujarat) મ્યુઝિક થેરાપી અસરકારક રહે છે: દિવાળીના આ દિવસો દરમિયાન પાલતુ પ્રાણીના માલિકોએ તેમના શ્વાન અને બિલાડીની સાથે અન્ય પાલતુ પ્રાણી કે પક્ષીઓની વિશેષ કાળજી રાખવી જોઈએ. દિવાળીના સમયમાં વેટjનરી તબીબોની સલાહ પણ લેવી અનિવાર્ય બનતી હોય છે. કોઈપણ પાલતુ પ્રાણી અવાજને લઈને માનસિક અસ્થિર થાય તો તેને હર્બલ અને એલોપેથીક દવાથી પણ તેનો ઉપચાર કરવો જોઈએ.
પાલતુ પ્રાણીઓની સાર સંભાળ રાખવી જરુરી:વધુમાં દિવાળીના દિવસો દરમિયાન પ્રાણીને પેક રૂમમાં રાખવું જોઈએ. જેથી ફટાકડાનો અવાજ સૌથી ઓછો સંભળાય આ સિવાય આ દિવસો દરમિયાન પાલતુ પ્રાણીઓને ખૂબ વધારે પીવાનું પાણી આપવું જોઈએ. સાથે સાથે તેના માલિકે આવા દિવસો દરમિયાન તેમના શ્વાન સાથે કે પાલતુ પ્રાણી સાથે સૌથી વધારે સમય પણ પસાર કરવો જોઈએ. વધુમાં શ્વાનને દિવસ દરમિયાન ખૂબ જ ધીમા અવાજે મ્યુઝિક સંભળાવવામાં આવે તો પણ તે આ પ્રકારના ફટાકડાના સૌથી મોટા અવાજની વિપરીત અસરથી બચી શકે છે.
આ પણ વાંચો:
- એશિયાઈ સિંહોનું નવું આશ્રય "બરડા વન્યજીવ અભયારણ્ય", જાણો સમગ્ર વિગત
- આ વર્ષે 2024ની દિવાળીમાં ક્યારે કરશો ધનતેરસની પૂજા? શું છે શુભ મુહૂર્ત? જાણો..