ભાવનગર:મહાકુંભનું મહત્વ સમજાયું કહો કે, રહી રહીને જવાની ઉત્સુકતા વધી હોવાનું કહો, ત્યારે ભાવનગરથી પ્રયાગરાજ જવા માટે ખાનગી બસો રવાના થઈ રહી છે. ત્યારે લોકો હવે રહી રહીને મહાકુંભમાં જવા માટે બસોમાં બુકિંગ કરાવી રહ્યા છે. લોકો બુકિંગ કરાવીને મહાકુંભમાં સ્નાનના આ વિશેષ પળને છોડવા માંગતા નથી. ત્યારે ભાવનગર શહેરમાંથી પ્રયાગરાજ જતી બસોમાં શ્રદ્ધાળુઓ સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરીને બસના સંચાલક અને મુસાફરોના મત જાણ્યા હતા.
ભાવનગરથી પ્રયાગરાજની કેટલી બસ ઉપડી?: જ્યારે ETV BHARATને બસના સંચાલક અલ્પેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, મારી ભાવનગરથી આ ત્રીજી બસ છે અને અંદાજે 50 થી 60 બસો પ્રયાગરાજ માટે રવાના કરી છે. ઉજ્જેન, ઓમકારેશ્વર, શિપ્રા નદી, ચિત્રકૂટ થઈને મહાકુંભ મેળામાં ભક્તોને લઈ જશું. ત્યાંથી છેલ્લે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કરીને રાત્રે 1 તારીખે પાછા ફરીશું.
ભાવનગરમાં ભાવિ ભક્તો બસો બુકિંગ કરીને મહાકુંભ માટે રવાના થઈ રહ્યા છે. (ETV BHARAT GUJARAT) બસમાં વ્યવસ્થા અને કેટલી જશે બસ?: બસ સંચાલક અલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું કે, આ પહેલા એક બસ આગળ ગઈ છે. જે લોકો આગળ અમારા માટે વ્યવસ્થા કરતા જાય છે. અહીંથી પહેલા ઉજ્જેનમાં અમે રાત્રિ રોકાણ કરશું. બીજી રાત્રિ પ્રયાગમાં અને ત્યાંથી અયોધ્યામાં રાત્રિ રોકાણ કરશું, હજું મહાકુંભ જવા માટેની એક બસ 12 ફેબ્રુઆરી, એક બસ 23 ફેબ્રુઆરીએ રવાના થશે. હાલ ભાવનગરમાં 25થી 30 બસો મહાકુંભ જવાની તૈયારીમાં છે.
ભાવનગરમાં ભાવિ ભક્તો બસો બુકિંગ કરીને મહાકુંભ માટે રવાના થઈ રહ્યા છે. (ETV BHARAT GUJARAT) ભાવનગરમાં ભાવિ ભક્તો બસો બુકિંગ કરીને મહાકુંભ માટે રવાના થઈ રહ્યા છે. (ETV BHARAT GUJARAT) મહાકુંભમાં જવાનું લોકો નક્કી કરી રહ્યા છે:મહાકુંભમાં જતા શ્રધ્ધાળુ વિશાલ લાભુભાઈ ભટ્ટીએ જણાવ્યું કે, હાલ મહાકુંભમાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં મૌની અમાવસ્યાનું સ્નાન કરીશું. આ 144 વર્ષે આવતો મહાકુંભ છે. 3 વર્ષે આવે તેને અર્ધકુંભ, 12 વર્ષ આવે તેને પૂર્ણ કુંભ કહેવાય ત્યારે 144 વર્ષે આવતો મહાકુંભ છે. જ્યાં મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છીએ. જ્યારે અમને ખ્યાલ આવ્યો કે, 144 વર્ષે મહાકુંભ આવી રહ્યો છે,એટલે અમે નક્કી કરીને નીકળી પડ્યા છીએ.
આ પણ વાંચો:
- ભાવનગરના 2 યુવાનો બાઈક પર મહાકુંભ માટે 'રવાના', કેટલા દિવસમાં પહોંચશે જાણો
- ભાવનગરની શાળાઓમાં બનશે સ્માર્ટ લાઈબ્રેરી, જાણો કેટલી શાળાઓનો સમાવેશ કરાયો