ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલાં, શિક્ષકની ધરપકડ - Patan Crime - PATAN CRIME

પાટણમાં લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલાં કરવાનો કેસ સામે આવ્યો છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે.

પાટણમાં લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલાં, શિક્ષકની ધરપકડ
પાટણમાં લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલાં, શિક્ષકની ધરપકડ

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 8:34 AM IST

લોકોએ લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો

પાટણ : પાટણ શહેરની એક શાળાના ધોરણ 12 ના વ્યાયામ શિક્ષકે શાળાની વિદ્યાર્થીની અને પોતાની પુત્રીની બહેનપણીને પરીક્ષાના પેપર ચેક કરાવવાના બહાને ઘરે લઈ જઈ અડપલા કરી બળજબરી કરવાનો બનાવ સામે આવ્યો હતો. વિદ્યાર્થીની ઘરમાંથી ભાગી રોડ ઉપર દોડી આવી હતી અને માતાપિતા સહિત અન્યને જાણ કરતા ટોળું એકત્ર થયું હતું અને રંગીન મિજાજના આ લંપટ શિક્ષકને ઘરેથી બોલાવી રોડ ઉપર બરોબરનો મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.

પ્રશ્નપત્રો ચેક કરવાના બહાને બોલાવી : સગીર વિદ્યાર્થીની ફરિયાદને આધારે પોલીસે આઈપીસી કલમ 354 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી છે.પાટણ ખાતે સિદ્ધરાજનગર સોસાયટીમાં રહેતા અને પાટણની એક શાળામાં ધોરણ 12માં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત નારાયણભાઈ ચૌધરીએ ગઈકાલે ધોરણ 12 ની પરીક્ષા આપનાર સગીર વયની વિદ્યાર્થીની અને પોતાની પુત્રી સાથે જીમખાના મેદાનમા સાથે બેડમિન્ટનની રમત રમવા જતી બહેનપણી એવી આ વિદ્યાર્થીનીને ધોરણ 11ની પરીક્ષાના પ્રશ્નપત્રો ચેક કરવા આપવાના બહાને શહેરના આનંદ સરોવર પાસે બોલાવી હતી અને પ્રશ્નપત્રો ઘરે પડ્યા છે તેમ કહી એકટીવા ઉપર બેસાડી ઘરે લઈ ગયો હતો.

વિદ્યાર્થીની સાથે અડપલાં: આ સમયે ઘરે કોઈ હાજર ન હોય પાસે બેસાડી એકલતાનો લાભ લઇ સગીર વયની વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા તેમજ જબરજસ્તી કરતા હેબતાઇ ગયેલી વિદ્યાર્થીની શિક્ષક પાસેથી છટકી રોડ ઉપર દોડી આવી હતી. તેણે માતા-પિતાને મોબાઈલથી તેમજ પાણીપુરીની લારી ઉપર મળી ગયેલ અન્ય બહેનપણીને પોતાની સાથે ઘટેલી હકીકત જણાવી હતી. આ સમયે અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા અને માતાપિતા પણ દોડી આવ્યા હતા. જેઓએ શિક્ષકને રોડ ઉપર બોલાવી બરોબરનો મેથીપાક ચખાડી માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

કડક સજાની માગણી : બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર વચ્ચે સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરી ભાવિ પેઢીનું ઘડતર કરનાર શિક્ષક દ્વારા પોતાની જ વિદ્યાર્થીની ઉપર નજર બગાડવાના આ ધૃણાસ્પદ કૃત્યને લઈ લોકોમાં ફિટકારની લાગણી જન્મી છે. ત્યારે આવું જધન્ય કૃત્ય કરનાર લંપટ શિક્ષક સામે સમાજમાં દાખલો બેસે તે પ્રમાણે કડકમાં કડક સજા થાય તેવી માંગ સગીરાની માતાએ કરી છે. પાટણમાં લંપટ શિક્ષકના લાંછનરૂપ આ કરતુતોને લઈ વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે ફરી કોઈ આવો બનાવ ન બને તે માટે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ ઉઠી છે.

શિક્ષકની ધરપકડ : બનાવ અંગે ડીવાયએસપી કે. કે. પંડ્યાએ જણાવ્યું હતું કે ભોગ બનનાર વિદ્યાર્થીનીને પ્રશ્નપત્ર તપાસવાના બહાને શિક્ષક ઘરે લઈ ગયો હતો અને વિદ્યાર્થીનીની એકલતાનો લાભ લઈ તેની જાતીય સતામણીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે. આ કેસની વધુ તપાસ બી ડિવિઝન પીઆઈ આર કે સોલંકી કરી રહ્યા છે.

  1. Ahmedabad Crime: ચાંદખેડામાં વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર લંપટ શિક્ષકની ધરપકડ
  2. Ahmedabad Crime : પ્રતિષ્ઠીત ઈન્સ્ટીટ્યૂટના લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ફેઈલ કરવાની ધમકી આપી, અઘટીત માંગણી કરતા ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details