ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ખાલી 1 ઈંચ વરસાદે જ ખોલી નાખી મનપાની પોલ, પાણી ભરાતા 2 BRTS બસ બંધ પડી - Roads flooded in Rajkot due to rain - ROADS FLOODED IN RAJKOT DUE TO RAIN

રાજ્યમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. જેમાં અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થઇ રહ્યા છે. આ વરસાદમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે, અને વરસાદ વરસી રહ્યો છે. એવામાં રાજકોટ જિલ્લામાં માત્ર 1 ઈંચ વરસાદ પડ્યો હતો પરંતુ ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી બસ બંધ પડી ગઈ હતી. સંપૂર્ણ ઘટના વિશે જાણવા માટે વાંચો આ અહેવાલ. Roads flooded in Rajkot due to rain

રાજકોટ જિલ્લામાં 1 ઈંચ વરસાદે ખોલી મનપાની પોલ, પાણી ભરાતા 2 BRTS બસ પડી બંધ
રાજકોટ જિલ્લામાં 1 ઈંચ વરસાદે ખોલી મનપાની પોલ, પાણી ભરાતા 2 BRTS બસ પડી બંધ (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 9:21 AM IST

રાજકોટ શહેરમાં માંડ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો અને કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું (etv bharat gujarat)

રાજકોટ:અસહ્ય બફારા બાદ રાજકોટ શહેરમાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી છે અને લોકોને ગરમીમાંથી રાહત આપી છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં પોપટપરા, જંકશન પ્લોટ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગરોડ, માધાપર ચોક, શીતલપાર્ક ચોક, અયોધ્યા ચોક, ગાંધીગ્રામ, રૈયા રોડ, રામાપીર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રવિવારની રજા અને સીઝનનો પહેલો વરસાદ થતા રાજકોટવાસીઓ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.

2 ઇલેક્ટ્રીક BRTS બસ પડી બંધ: પરંતુ આ વરસાદ સાથે મનપાની પોલ ખૂલી હોય એવું જણાઈ આવે છે કારણ કે, શહેરમાં માંડ 1 ઈંચ વરસાદ વરસ્યો હતો અને કેટલીય જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. ઉપરાંત નાનામવા સર્કલના ઓવરબ્રિજમાં BRTS રૂટમાં ગોઠણ સુધી પાણી ભરાયું હતું. જેમાં BRTS બસોના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હોવાથી 2 ઇલેક્ટ્રીક BRTS બસ બંધ પડી ગઈ હતી, જેથી મુસાફરો પરેશાન થયા હતા. ગોઠણડૂબ પાણીમાં બસમાંથી બહાર ઉતરીને મુસાફરોને બહાર આવવું પડયું હતું.

વરસાદી પાણી ભરાઈ ગયું હતું: રાજકોટમાં સાંજે મેઘરાજાનું આગમન થતા રીંગ રોડ, યાજ્ઞિક રોડ, ભક્તિનગર સર્કલ આસપાસ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું અને બાદમાં ધીમીધારે વરસાદ ચાલુ હતો. ભારે બફારા અને ગરમી વચ્ચે વરસાદ વરસતાની સાથે જ રાજકોટના શહેરીજનો વરસાદમાં ભીંજાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા તો અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયું હતું.

  1. જુનાગઢમાં મેઘરાજાની પધરામણી, ખેડૂતોમાં નવી આશાનો સંચાર - JUNAGADH RAIN
  2. વિકાસને ઝંખતુ ડાંગનું આહવા, પીવાના પાણી માટે પણ લોકોને ફાંફા - Lack of basic facilities in Dang

ABOUT THE AUTHOR

...view details