શિવરાત્રી નિમિત્તે નર્મદામાં શિવ નહીં શક્તિની થાય છે પૂજા નર્મદા :આમ તો શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવની પૂજા થતી હોય છે. પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ગામમાં સ્થિત મંદિરમાં શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે.અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને બાઘા આખળી પૂરી કરે છે.
નર્મદામાં શક્તિની આરાધના :શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ નહીં પણ શક્તિની આરાધના રૂપે સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસી સમાજના લોકો આવે છે. અહીં કુળદેવી પાંડોરી માતાને નમન કરી શ્રદ્ધાળુઓ બાધા આખળી પૂરી કરે છે.
પાંડોરી માતાનો મેળો : ઈ.સ. પૂર્વે સન 1085 માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવી પૂજન કર્યું હતું. ત્યારબાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા અહીં શિવરાત્રીએ પૂજન કરાય છે. સન 1983 થી વ્યવસ્થાના ભાગરૂપે મંદિરનું એક ટ્રસ્ટ બનાવાયું છે.
આદિવાસી સમુદાયની કુળદેવી : ભારતભરમાં આઠ ટકા વસ્તી આદિવાસી સમુદાયની છે. ગુજરાતમાં વસતા 15 ટકા તથા ભારતભરના આદિવાસીઓની કુળદેવી માં પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા મેળામાં આદિવાસીની સંખ્યા અગણિત હોય છે. સ્વયં શિસ્તમાં માનનારા આ લોકો 12 થી 48 કલાક લાઈનમાં ઉભા રહીને પણ માતાના દર્શન કરે છે.
દેવમોગરા માતાજી :નૈવેદ્યમાં આ લોકો નવા વાંસમાંથી બનેલી ટોપલીમાં નવું ઉગેલું અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઈને પરંપરાગત પૂજન કરે છે અને પ્રસાદરૂપે મળેલી ચીજને બારેમાસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે. એટલે આ પાંડુરી માતા દેવમોગરા માતાજી તરીકે પણ પૂજાય છે. અહીં આવતા ભક્તોને માતાજી પર પૂરી આસ્થા અને શ્રદ્ધા છે. એટલે વર્ષોથી અહીં આવી પોતાની બાધા રાખે છે અને બાધા પૂર્ણ થતાં અહીં આવી નમન કરે છે.
- Mahashivratri 2024: સુરતમાં 2351 કિલોના પારદ શિવલિંગના દર્શન કરવા માટે શિવ ભક્તોની ભીડ, 1000 લીટર ઠંડાઈની વ્યવસ્થા
- Mahashivratri 2024: સોમનાથ ખાતે સોમેશ્વર મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજા કરતાં શિવભક્તો