નવસારી:માર્ગ અને બ્રિજ દેશના અર્થતંત્રને મજબૂત કરતા પરિબળો છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા માર્ગો લોકો માટે આશીર્વાદરૂપ છે અને સાથે અર્થતંત્ર માટે પણ આશીર્વાદ સમાન છે. પરંતુ નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા બોરીયાઝ ટોલનાકા પર 75% જેટલો ઊંચો વધારો ટોલ પેટે વસૂલવામાં આવી રહ્યો છે. 65 રૂપિયા જે ટોલ હતો તે વધારીને 115 કરી દેવામાં આવ્યો છે, જે મુસાફરો માટે અસહ્ય બની રહ્યો છે. ટોલનાકાના દરોમાં વધારાના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે તેવી સ્થિતિના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, જાહેર કરવામાં આવેલી નોટિસ પ્રમાણે રવિવાર રાત્રિથી ટેક્સને લગતા ફેરફારો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર કાર ટેકસના 65ના 115 રૂપિયા જાહેર ટેક્સ નોટિસમાં વધારમાં આવ્યાં છે.
બોરીયાઝ ટોલનાકા પર 75% જેટલો ઊંચો વધારો ટોલ પેટે વસૂલવામાં આવી રહ્યો છે (Etv Bharat Gujarat) નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશને રોડ-રસ્તાઓ અને બ્રિજથી જોડવા માટેનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં વાહન વ્યવહાર મંત્રી નીતિન ગઢકરી અને તેમની ટીમ ખૂબ ઝડપથી કામે લાગી છે, પરંતુ ટોલ ટેક્સનો અસહ્ય ભાવવધારો વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
ટોલટેક્સએ કર્યા વાહન ચાલકોને હેરાન પરેશાન (Etv Bharat Gujarat) તમને જણાવી દઈએ કે, નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા બોરીયાચ ટોલનાકા પર પહેલા 65 રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવતો હતો, જે વધારીને 115 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આમ જોઈએ તો સીધો 75% ભાવ વધારો થયો છે. માલ વહન કરતાં ટુરિસ્ટ વાહનો તથા માલવાહક વાહનોના ટોલમાં વધારો થવાના કારણે ભાવ વધારાની સ્થિતિનું નિર્માણ થશે.
નવસારીના બોરિયાચ ટોલનાકે વાહનો પર 75%નો ટેક્સ વધારો (Etv Bharat Gujarat) આમ, સામાન્ય જનતાએ ટોલના ભાવનો વધારો ભાવ વધારા પેટે સહન કરવો પડશે જેને લઈને વાહન ચાલકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. આ સાથે સાથે ભાવ વધારાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી સરકાર ટોલના ભાવો ઘટાડવા માટે વિચારણા કરે તેવી લાગણી વાહન ચાલકો વ્યક્ત કરી રહ્યા છે.
ટોલટેક્સએ કર્યા વાહન ચાલકોને હેરાન પરેશાન (Etv Bharat Gujarat) બોરીયાચ ટોલનાકા પરથી પસાર થતાં વાહન ચાલકો પોતાની આપ વીતી જણાવી રહ્યા છે કે, હાલ જે પ્રમાણે ટોલના ભાવોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે એ સામાન્ય વાહનચાલકોની કમર તોડી નાખશે. તેથી સરકારે આ મુદ્દે મધ્યસ્થી કરી ટોલના ભાવ અંકુશમાં લાવવાની જરૂર છે. આ પાછળનું કારણ એ છે કે, આની સીધી અસર મધ્યમ વર્ગના લોકો પર પડે છે. તો બીજી તરફ લાખો રૂપિયાનો ટોલ ભરવા છતાં પણ હાઇવે ઓથોરિટી વાહનચાલકોને યોગ્ય રોડ આપી શકી નથી. હાલ હાઇવે પર ચોમાસા દરમિયાન જે ખાડાઓ પડ્યા છે તે માત્ર પેચ વર્ક કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
- અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડીના ચાલકે 3 કાર, 5 ટુ-વ્હીલર અડફેટે લીધા, દારૂના નશામાં હોવાનો આરોપ
- અમરેલીમાં કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં વધારો, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો