ગુજરાત

gujarat

ETV Bharat / state

Narmada News : નીલકંઠધામ મંદિરના ઘુમ્મટ પર અર્પણ થઇ 1008 ફૂટની ફૂલોની માળા, વિશ્વ કીર્તિમાન બનાવશે - 1008 ફૂટની ફૂલોની માળા

નર્મદા કિનારે પોઇચા ગામના છેડે નર્મદા નદીના કિનારા પાસે બનાવાયેલા ભવ્ય નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ઘુમ્મટ પર 1008 ફૂટની ફૂલોની માળા અર્પણ કરવામાં આવી છે. વિશ્વ કીર્તિમાન બનાવનાર આ અવસર વિશે વધુ જાણીએ.

Narmada News : નીલકંઠધામ મંદિરના ઘુમ્મટ પર અર્પણ થઇ 1008 ફૂટની ફૂલોની માળા, વિશ્વ કીર્તિમાન બનાવશે
Narmada News : નીલકંઠધામ મંદિરના ઘુમ્મટ પર અર્પણ થઇ 1008 ફૂટની ફૂલોની માળા, વિશ્વ કીર્તિમાન બનાવશે

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 6:28 PM IST

1008 ફૂટની ફૂલોની માળા અર્પણ

નર્મદા : નર્મદાના પોઇચા ખાતે આવેલ વિશ્વપ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજસ્થાન જનમંચના ઉપક્રમે મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આનાથી લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વિશ્વ કીર્તિમાન : રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા કૈલાસ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ આ માળાની લંબાઈ 130 ફૂટ અને તેનું વજન 31 કિલો 450 ગ્રામ હતું.આ માળામાં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યાં હતા. તેનો રેકોર્ડ તોડી હવે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

આજે અમે પોઇચા નીલકંઠ ધામ મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જેમાં 400 કિલો વજનના ત્રણ પ્રકારના તાજા ફૂલોનો હાર મન્દિરના ગુમ્બજ પર અર્પિત કરાયો છે..કૈલાસ સોની (મુખ્ય આયોજક, રાજસ્થાન જન મંચ)

તિરંગાના રંગે રંગાઈ 1008 ફીટની ફૂલોની માળા : બરોડાના પ્રખ્યાત ફૂલના કુશળ 50થી વધુ કારીગરો દ્વારા આ ખાસ વિશાળકાય ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે. 400 કિલોથી વધુ વજનના સફેદ, પીળા અને કેસરી ગલગોટાના ફૂલો સાથે આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાના રંગે રંગાઈ 1008 ફીટની ફૂલોની માળા સાધુ સંતોની અને ભક્તોની ઉપસ્થિતિમાં મંદિરના ગુંબજ પર ફુલમાળા અર્પણ કરી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપ્યાનો આનંદ છે. આશ્રમના સ્વામિ સંતો, સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અને સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળા હાથમાં લઈને અર્પણ કરી છે.

વિશાળ ફૂલ માળાનો આનંદ : મંદિર સંચાલક અર્જુન ભગતે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે આજે વિશ્વપ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આજે 1008 ફૂટ લાંબી ફૂલમાળા મંદિરના ઘુમ્મટ પર અર્પણ કરાઇ એનો આનંદ છે.

  1. Surat News : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ, હજારો લોકોએ એકસાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો
  2. બારડોલીની બાળકીઓએ 15 કલાક રિવર્સ સ્કેટિંગ કરી સ્થાપ્યો નવો કીર્તિમાન

ABOUT THE AUTHOR

...view details