સુરત: ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની રીતે લોકોને રીઝાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈ કોઈ ભવ્ય રોડ શો અથવા તો બાઈક રેલી કરવાની જગ્યાએ પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. પોતાના મતવિસ્તારમાં લોકોને મળવા માટે મહાત્મા ગાંધીની જેમ પદયાત્રા કરી તેમની જે વેશભૂષા ધારણ કરી તેમજ રૂબરૂ મળી રહ્યા છે.
નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈની ગાંધીગીરી,પ્રચાર માટે રોજ કરે છે 5 કિમી પદયાત્રા - Naishad Desai Walk for Prachar
ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી માટે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની રીતે લોકોને રીઝાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈ કોઈ ભવ્ય રોડ શો અથવા તો બાઈક રેલી કરવાની જગ્યાએ પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે.lok sabha election 2024
નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈની ગાંધીગીરી,પ્રચાર માટે રોજ કરે છે 5 કિમી પદયાત્રા (Etv Bharat)
Published : May 4, 2024, 3:27 PM IST
આ અંગે નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, દરરોજે પોતાના વિસ્તારમાં આશરે પાંચ કિલોમીટર પદયાત્રા કરે છે. અન્ય પાર્ટીઓની જેમ રોડ શો અને બાઈક રેલી કરવાની જગ્યાએ પોતાની સાથે વર્ષોથી પણ વધુ કાર્યકર્તાઓને લઈ હાલ નવસારી લોકસભાના તમામ વિસ્તારોમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમણે નામાંકનના દિવસે પણ આ પદયાત્રાની શરૂઆત દાંડી યાત્રાથી કરી હતી.