ગુજરાત

gujarat

ETV Bharat / state

ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલને શરતી જામીન મળ્યા, જાણો કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન? - Morbi Bridge Accident - MORBI BRIDGE ACCIDENT

મોરબી ઝૂલતા પુલ કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલના શરતી જામીન મંજુર થયા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપવા અંગે હુકમ કર્યો હતો. સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક લાખના શરતી જામીન મંજૂર કર્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Morbi Bridge Accident

જયસુખ પટેલને શરતી જામીન મળ્યા
જયસુખ પટેલને શરતી જામીન મળ્યા

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 7:31 PM IST

જાણો કઈ કઈ શરતોનું કરવું પડશે પાલન?

મોરબીઃ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી છે. જયસુખ પટેલને આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે શરતી જામીન આપ્યા છે. સુનાવણી દરમિયાન સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી. આરોપી 3 માસ સુધી ફરાર રહ્યો હોવાની માહિતી પણ આપી હતી. સામે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા પણ દલીલો રજુ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા હતા.

મોરબી જિલ્લામાં પ્રવેશબંધીઃ મુખ્ય આરોપી જયસુખ પટેલને એક લાખના જામીન લેવા, તેનું પોતાનું રેસીડેન્સીયલ પ્રૂફ આપવું કે તેઓ ક્યાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે. આરોપીએ સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઈ પ્રયત્ન ના કરવા, પાસપોર્ટ હોય તો સરન્ડર કરવાનો રહેશે. ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લેવા જેવી શરતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌથી મહત્વની શરત જયસુખ પટેલ મોરબી જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ તે છે. કોર્ટ મુદત સિવાય મોરબી જિલ્લામાં પ્રવેશ નહિ કરી શકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેને જિલ્લાની હદ બહાર રહેવું પડશે.

સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપવા અંગે હુકમ કર્યો હતો. તે અનુસાર આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડિસ્ટ્રિકટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. જેમાં સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક લાખના શરતી જામીન મંજૂર કર્યા છે...વિજય જાની (સરકારી વકીલ, મોરબી કોર્ટ)

  1. Morbi Bridge Accident: મોરબી પુલ દુર્ઘટનાને એક વર્ષ થયું પૂર્ણ, પીડિતોના કાળજે રુઝાતો નથી કારમો ઘા !!!
  2. Controversial Statement Of Morari Bapu : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરારી બાપુનું રામકથામાં વિવાદિત નિવેદન સામે આવ્યું

ABOUT THE AUTHOR

...view details