ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ: એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ કરવા માલધારીઓએ બાંયો ચડાવી, કલેક્ટરને કરી રજૂઆત

બન્ની વિસ્તારમાં માલધારીઓ માટે આશ્રય સમાન ગૌચર ભૂમિ છે. ત્યાં ટેન્ટ, હોટલો, રિસોર્ટ બનાવવા માટે અપાયેલ મંજૂરી રદ્દ કરવા અંગે માલધારીઓ કલેકટર પાસે રજૂઆત કરી

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત
એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 6:50 PM IST

Updated : Oct 28, 2024, 8:16 PM IST

કચ્છ: ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ધોરડો જૂથ પંચાયતમાં રણ ઉત્સવની પૂર્વ બાજુ ઊંડો, સીણીયાડો, પનાવારી, પટગાર અને અન્ય માલધારીઓ માટે આશ્રય સમાન અને મહત્વની ગૌચર ભૂમિ છે. ત્યાં ટેન્ટ, હોટલ્સ, રિસોર્ટ બનાવવા માટે અપાયેલી મંજૂરી રદ કરવા અંગે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના સર્વે હોદેદારો, કારોબારી સભ્યો, બન્ની વિસ્તારના ગામડાના સરંપચો આગેવાનો અને બન્નીના માલધારીઓ કલેકટર પાસે રજૂઆત કરી હતી.

ગૌચર ભૂમિ પર ટેન્ટ લગાવવાની મંજૂરી આપતાં વિવાદ: ભુજ તાલુકાના બન્ની વિસ્તારના ધોરડો જૂથ ગ્રામ પંચાયતના ઊંડો, સીણીયાડો, પનાવારી, પટગાર અને અન્ય માલધારીઓ માટે મહત્વની અગત્યની ગૌચર ભૂમિ છે. ત્યાં વર્ષ 2018માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીન સુધારણાના પ્રોજેક્ટ હેઠળ ત્રણ પ્લોટ 25 રૂપિયા પર પ્લોટ ખર્ચે બનાવ્યા હતા.

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત (Etv Bharat Gujarat)

જમીન પર દેશી બાવળ ઉગી નીકળ્યા: બન્નીના ડીમાર્કેશન સમયે કંપનીઓના દબાણ હેઠળ અડધા પ્લોટ ડિમાર્કેશનમાં બન્નીની હદ બહાર કાઢી નાખ્યા હતા. હાલ એ જમીન પર ઘાસ ઉગી નીકળ્યું છે. તેમજ અન્ય વનસ્પતિ અને દેશી બાવળ ઊગી નીકળ્યા છે. જે જગ્યા પર અમુક બહારની વગદાર પાર્ટીઓને ટેન્ટ લગાવવાની મંજૂરી આપેલી છે. જેથી એ જમીનમાં જેસીબી વગેરે જેવા ઘાતક સાધનોથી ઘાસ ઉખેડીને ચરિયાણ ભૂમિને નુકસાન કરવામાં આવી રહ્યું છે.

ભુજ મામલતદારે જોહુકમી કર્યો હોવાનો આક્ષેપ: ધોરડો જૂથ ગ્રામ પંચાયતના ઊંડો, સીણીયાડો, પનાવારી, પટગાર અને અન્ય આજુબાજુ વિસ્તારના લોકોએ વિરોધ કર્યો અને માલધારી સમાજમા ભયંકર રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ ગામના પશુઓને ચરિયાણ માટે ઉંચાણવાળી જગ્યા નહોતી. આ એક જ ચરિયાણ માટે આશ્રય સ્થાન હતું. જે જગ્યા પર જમીન ફાળવણી સમય ભુજ મામલતદારએ સ્થાનિક લોકોને અને પંચાયતને વિશ્વાસમાં લીધા વગર કે કોઈ કાયદાની પરવાહ કર્યા વગર એક તરફી નિર્ણય લઈને જો હુકમી કરી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. માલધારી સમાજના ચરિયાણના હક્કો છીનવ્યા હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું.

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત (Etv Bharat Gujarat)

ટેન્ટની મંજુરી રદ્દ કરવા રજૂઆત: ગૌચર જમીન પર ટેન્ટ, રિસોર્ટ ઊભા કરવાની પરવાનગી આપવા બદલ માલધારી સમાજમા રોષની લાગણી છે. તેમજ અબોલ પશુઓની ચરિયાણની જગ્યા સલામત રહે તે માટે અપાયેેલી ટેન્ટની મજૂરી સત્વરે રદ કરવા માટે મામલતદાર ભુજને યોગ્ય સૂચનો કરવામાં આવે અન્યથા આવનારા સમય આ આદેશનું સખત વિરોધ કરવામા આવશે અને જરૂર પડ્યે કાનુની રાહે પગલાં લેવાની ફરજ પડશે, તેવું માલઘારીઓએ જણાવ્યું હતું. તો જો બળજબરીથી પોલીસ પ્રશાસનનું સહારો લઈ અને ટેન્ટ ઊભા કરવામાં આવશે. તો માલધારીઓ દ્વારા સ્થળ પર વિરોધ પ્રદર્શન થશે તેનું જવાબદાર તંત્ર રહેશે.

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત (Etv Bharat Gujarat)

6 જેટલા ખાનગી રિસોર્ટ દૂર કરવામાં આવ્યા: ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ કચ્છના સફેદ રણમાં રણોત્સવ શરૂ થાય તે અગાઉ ધોરડોમાં 6 જેટલા ખાનગી રિસોર્ટ દૂર કરવામાં આવ્યા હતા. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન ખાનગી રિસોર્ટ સંચાલકો પાસેથી પરત લીધી હતી. 1 વર્ષ અગાઉ પાઠવેલી નોટિસ બાદ સંચાલકો દ્વારા રિસોર્ટ દૂર કરવા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા, ધોરડો ચાર રસ્તાથી સફેદ રણ સુધી જતા રસ્તા પર આવેલા 6 જેટલા ખાનગી રિસોર્ટ તંત્ર દ્વારા નડતરરૂપ હોતા તોડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ અન્ય ગામોમાં ગૌચર જમીન પર ટેન્ટ, રિસોર્ટ ઊભા કરવાની મંજૂરી આપવામાં આવતા માલધારીઓ દ્વારા પશુઓના ચરિયાણ માટેની જમીનના સંરક્ષણ માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત (Etv Bharat Gujarat)

યોગ્ય પગલાં લેવામાં આવશે: કચ્છ કલેકટર અમિત અરોરા દ્વારા માલધારીઓને આ બાબતે ચોક્કસથી મામલતદાર સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ વિષય અંગે યોગ્ય નિર્ણય લેવા તેમજ અન્ય સ્થળો પર આ ટેન્ટ કે રિસોર્ટ ઊભા થઈ શકે તેમ છે. આ બાબતે આગળ શું પગલાં લઈ શકાય. તે બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું માલધારીઓને જણાવવામાં આવ્યું હતું.

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન પર ટેન્ટ સિટીની મંજૂરી રદ્દ કરવા માલધારીઓએ કરી રજૂઆત (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું
  2. દિવાળીમાં ફટાકડાનો અવાજ પાલતુ પ્રાણીઓ માટે હાનિકારક, પાલતુ પ્રાણીઓની દેખરેખ કેવી રીતે રાખવી? જાણો
Last Updated : Oct 28, 2024, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details