ગીર સોમનાથઃ લોકસભા ચૂંટણીના 3જા તબક્કામાં ગુજરાતની 26 બેઠક પર મતદાન થવાનું છે. અત્યારે મતદાન માટે જોરશોરથી અપીલ અને જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. માછીમાર સમાજ પણ આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયો છે. તેમણે મધ દરિયે 100 જેટલી બોટથી વોટ લખીને પ્રત્યેક મતદાર મતદાન કરે તેવો સંદેશો આપ્યો છે.
વેરાવળ માછીમાર સમાજ દ્વારા મતદાન માટે અનોખી અપીલ કરાઈ, મધ દરિયે 100 બોટથી 'વોટ' લખવામાં આવ્યું - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. મતદાતાઓમાં જાગૃતિ આવે અને મતદાનની ટકાવારી વર્ષ 2019ની ચૂંટણી કરતાં વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આજે વેરાવળના માછીમાર સમાજે પણ મતદાન જાગૃતિને લઈને મધ દરિયે બોટ દ્વારા મતદાનનો સંદેશો આપ્યો હતો. Loksabha Election 2024 Veraval Fishermen 100 Boats VOTE In Sea
Published : Apr 26, 2024, 6:47 PM IST
વેરાવળ માછીમાર સમાજની અપીલ:7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે. મતદાતાઓમાં જાગૃતિ આવે અને મતદાનની ટકાવારી વર્ષ 2019ની ચૂંટણી કરતાં વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આજે વેરાવળના માછીમાર સમાજે પણ મતદાન જાગૃતિને લઈને મધદરિયે બોટ દ્વારા મતદાનનો સંદેશો આપ્યો હતો. સૌરાષ્ટ્રમાં વેરાવળ બંદર માછીમારીના હબ તરીકે પ્રખ્યાત છે. અહીંની અર્થવ્યવસ્થા એકમાત્ર માછીમારી ઉદ્યોગ પર ટકેલી છે. માછીમારો અને બોટના માલિકો દ્વારા પણ મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
100 બોટથી લખ્યું 'VOTE': વેરાવળ માછીમાર સમાજ દ્વારા મધ દરિયે 100 જેટલી બોટ્સનો ઉપયોગ કરીને મતદાન જાગૃતિનો સંદેશો અપાયો હતો. અંગ્રેજીમાં વોટના સ્પેલિંગના આકારમાં બોટ ગોઠવીને સુંદર મજાની રચના તૈયાર કરવામાં આવી હતી. માછીમારીની બોટ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ રચનાથી મતદાતાને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સમગ્ર માછીમાર સમાજ તેમની બોટ સાથે જોડાયો છે. આજે વેરાવળના માછીમાર સમાજે પણ મતદાન જાગૃતિને લઈને મધદરિયે બોટ દ્વારા મતદાનનો સંદેશો આપ્યો હતો. સૌરાષ્ટ્રમાં વેરાવળ બંદર માછીમારીના હબ તરીકે પ્રખ્યાત છે. અહીંની અર્થવ્યવસ્થા એકમાત્ર માછીમારી ઉદ્યોગ પર ટકેલી છે. માછીમારો અને બોટના માલિકો દ્વારા પણ મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.