મનસુખ માંડવિયાએ કેશોદમાં ચૂંટણી પ્રચાર કર્યો જૂનાગઢઃ લોકસભા ચૂંટણી સામે છે ત્યારે દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા દ્વારા કેશોદમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. કેશોદ વિધાનસભા મતવિસ્તારના બામણાસા ગામમાં ભાગવત કથામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાર્ટીને જીતાડવાની ઉપસ્થિત સૌ લોકો સમક્ષ માંગ કરી હતી. જો કે આયાતી ઉમેદવાર સંદર્ભે થઈ રહેલા વિરોધ અંગેના પ્રશ્નનો જવાબ આપવાનું માંડવિયાએ ટાળ્યું હતું.
મનસુખ માંડવિયાએ કેશોદમાં ચૂંટણી પ્રચાર કર્યો બામસાણાની ભાગવત કથામાં ઉપસ્થિતઃ પોરબંદર લોકસભા બેઠકમાં આવતી જૂનાગઢ ની માણાવદર અને કેશોદ વિધાનસભા બેઠકમાં માંડવીયા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. આજે બામણાસા ગામમાં આહીર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં મનસુખ માંડવિયાએ હાજરી આપીને પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનો વિજય થાય તે માટે મતદાન કરવા ઉપસ્થિત સૌ લોકોને વિનંતી કરી હતી. આ તકે માધ્યમો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા વગર મનસુખભાઈ માંડવિયાએ ચાલતી પકડી હતી.
આયાતી ઉમેદવારનો વિરોધઃ પોરબંદર લોકસભા બેઠકમાં આવતી રાજકોટ જિલ્લાની ઉપલેટા ધોરાજી વિધાનસભા બેઠકમાં મનસુખ માંડવિયા સામે આયાતી ઉમેદવારને લઈને વિરોધ જોવા મળે છે. ધોરાજી વિધાનસભા બેઠકમાં માંડવિયા આયાતી ઉમેદવાર છે તેવા બેનરો પણ લાગ્યા હતા. તેની વચ્ચે માંડવિયા દ્વારા જૂનાગઢ જિલ્લાની કેશોદ અને માણાવદર વિધાનસભા બેઠકમાં પ્રચાર કરવાને લઈને ખૂબ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે રીતે રાજકોટ જિલ્લાની ધોરાજી વિધાનસભા બેઠકમાં માંડવિયાનો વિરોધ થઈ રહ્યો છે તે રીતે હવે અન્ય વિધાનસભામાં આયાતી ઉમેદવારને લઈને કોઈ વિરોધ ન થાય તેને લઈને માંડવિયા દ્વારા લોકસભાના નાના નાના ગામડાઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ 370+ અને એનડીએ 400ને પાર બેઠકો પર જીત મેળવશે...મનસુખ માંડવિયા(પોરબંદર લોકસભા બેઠક ઉમેદવાર, ભાજપ)ૉ
- Porbandar Lok Sabha: પોરબંદરમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતાં મનસુખ માંડવિયા
- Porbandar: મનસુખ માંડવિયા 8 માર્ચથી બે દિવસ પોરબંદર વિસ્તારની મુલાકાતે