ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા ચૂંટણી મતદાન તૈયારીઓને આખરી ઓપ, ગાંધીનગરમાં EVM-VVPAT ફાળવણી પ્રક્રિયા શરૂ - Lok Sabha Election 2024

આવતીકાલ 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થશે. આ પૂર્વે મતદાન તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ બૂથ પર EVM-VVPAT ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવી છે.Lok Sabha Elections EVM-VVPAT

ગાંધીનગરમાં EVM-VVPAT ફાળવણી પ્રક્રિયા શરૂ
ગાંધીનગરમાં EVM-VVPAT ફાળવણી પ્રક્રિયા શરૂ (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 1:03 PM IST

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાના મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગાંધીનગરમાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા આજે વહેલી સવારથી EVM અને VVPAT ફાળવણી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલા બુથ પર ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે EVM-VVPAT ડિસ્પેચ કરાયું છે.

ગાંધીનગર લોકસભા બેઠક : ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક ગાંધીનગરમાં 21.82 લાખ મતદારો છે, જેમાં 11,20,874 પુરુષ અને 10,61,785 મહિલા મતદારો છે. આ મતદારો આવતીકાલ 7 મેના રોજ પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. હાલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ બેઠક પરથી ભારતના અનેક દિગજ નેતાઓને લોકસભા પહોંચ્યા છે. અમિત શાહનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ સાથે છે.

ગાંધીનગર લોકસભા બેઠકના મતદારો :ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગાંધીનગરમાં કુલ 21,82,736 મતદાતાઓ છે, જેમાં 11,20,874 પુરુષ અને 1061785 મહિલા મતદારો છે. જ્યારે થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા માત્ર 77 છે. ઉપરાંત 141 NRI મતદારો પણ નોંધાયા છે. 85 વર્ષથી વધુના મતદારોની સંખ્યા 20,319 છે. આ બેઠક પર 79 ટકા શહેરી મતદાતાઓ અને 21 ટકા ગ્રામીણ મતદાતાઓ છે. તેમાં હિંદુ બહુમતી ધરાવતા મતદાતાઓ છે તથા ST મતદાતાનું પ્રમાણ માત્ર 2 ટકા છે, જ્યારે કે SC મતદાતાનું પ્રમાણ 11.4 ટકા છે.

  1. લોકસભા ચૂંટણી 2024 ના મતદાનની તૈયારીઓને આખરી ઓપ, કચ્છમાં EVM અને VVPAT ફાળવણી થઈ
  2. ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ", મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જનતા જોગ અપીલ

ABOUT THE AUTHOR

...view details