ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ લોકસભા બેઠક પર 24 રાઉન્ડમાં મતગણતરી યોજાશે, સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ - Lok Sabha Election 2024 Result

વલસાડ લોકસભા બેઠક પર આગામી 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. વલસાડ સ્થિતિ એન્જીનીયરીંગ કોલેજમાં કાઉન્ટીંગ સ્થળે કુલ 24 રાઉન્ડમાં મતગણતરી થશે. આ માટે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વલસાડ ડાંગ લોકસભા બેઠક
વલસાડ ડાંગ લોકસભા બેઠક (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jun 1, 2024, 1:19 PM IST

વલસાડ લોકસભા બેઠક પર 24 રાઉન્ડમાં મતગણતરી યોજાશે (ETV Bharat Reporter)

વલસાડ : લોકસભા ચૂંટણી 2024 માટે દેશની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ હવે 4 જૂને મતગણતરી થશે. વલસાડ ડાંગ લોકસભા બેઠકની મતગણતરી વલસાડ ભગડાવાડા સ્થિત ઇજનેરી કોલેજના કાઉન્ટીંગ સ્થળે સવારે 8 વાગ્યાથી શરુ થશે. જે માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. અહીં કુલ 24 રાઉન્ડમાં મતગણતરી યોજાશે.

વલસાડ ડાંગ લોકસભા બેઠક :વલસાડ ડાંગ લોકસભા બેઠક હેઠળ કુલ સાત વિધાનસભા આવેલ છે. જેમાં ધરમપુર, કપરાડા, પારડી, વલસાડ, ઉમરગામ, વાંસદા અને ડાંગનો સમાવેશ થાય છે. સાત વિધાનસભા દીઠ કુલ 14 જેટલા ટેબલ ગોઠવવામાં આવ્યા છે. એટલે કે એક વિધાનસભા દીઠ એક રાઉન્ડમાં 14 ટેબલ પર 14 EVM મશીનના મતોની ગણતરી થશે.

કુલ 24 રાઉન્ડમાં મતગણતરી :વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. જે માટે મતગણતરી સ્થળ પર સાત વિધાનસભા બેઠકોમાં દરેક રાઉન્ડ વાઈઝ 14 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. જેમાં દરેક ટેબલ ઉપર એક-એક ઇવીએમ મશીન એટલે કે એક રાઉન્ડમાં કુલ 14 EVM મશીનના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.

પોસ્ટલ બેલેટના મત માટે વિશેષ વ્યવસ્થા :દર વખતે ચૂંટણીમાં પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થતી હોય છે, જે બાદ EVM મશીનના મતોની ગણતરી થાય છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ માટે એક અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં સવારે આઠ વાગ્યાથી EVM ની સાથે સાથે પોસ્ટલ બેલેટની ગણતરી પણ શરૂ કરી દેવામાં આવશે. જે માટે કુલ 21 ટેબલો ફાળવવામાં આવ્યા છે. જેમાં એક ટેબલ દીઠ 500 પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. કુલ 10,243 પોસ્ટલ બેલેટની ગણતરી યોજાશે.

વલસાડ લોકસભા બેઠકનું મતદાન :વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર 7 મેના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણી માટે કુલ 72.71 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 6,99,969 પુરુષોએ મતદાન કર્યું હતું, જ્યારે 6,52,426 મહિલાઓએ મતદાન કર્યું હતું. આમ કુલ 13,22, 407 મતદારોએ મતદાન કરતા 72.71% જેટલું મતદાન નોંધાયું હતું, જેની મતગણતરી 4 જૂને યોજાશે.

સુરક્ષા બંદોબસ્ત :આગામી 4 જૂને વલસાડની એન્જિનિયરિંગ કોલેજના મતગણતરી સેન્ટરમાં સવારે 8:00 વાગ્યાથી મત ગણતરી યોજાશે. જોકે તે પૂર્વે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ જિલ્લા રેલવે પોલીસ દ્વારા SOG તેમજ સ્થાનિક પોલીસ સાથે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે સ્ટેશન અને રેલવેમાં આવતા જતા મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને શાંતિ સાથે મતગણતરી યોજાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.

  1. વલસાડ બેઠક પર યુવા આદિવાસી નેતાઓ મેદાને, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે ટક્કર
  2. વલસાડ લોકસભા બેઠકમાં મતગણતરીમાં 11 EVM ખોટકાયા, ગણતરીમાં થયો હતો વિલંબ

ABOUT THE AUTHOR

...view details