ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતે લોકસભા ચૂંટણીના પરિણામના શ્રીગણેશ કર્યા: રાજનાથ સિંહનું અમદાવાદમાં નિવેદન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે એક દિવસ માટે ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે આવ્યા હતાં. જે અંતર્ગત તેમણે અમદાવાદમાં વિવિધ મુદ્દાઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પોતાની સરકારની ઉપલબ્ધી સાથે કોંગ્રેસની ટીકા કરવાનું તેઓ ચુક્યા ન હતા. શું કહ્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જાણો વિસ્તારથી અહી... rajnath singh addresses press conference at ahmedabad

અમદાવાદમાં રાજનાથ સિંહની પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદમાં રાજનાથ સિંહની પ્રેસ કોન્ફરન્સ

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 3:44 PM IST

અમદાવાદમાં રાજનાથ સિંહની પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદ:કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે એક દિવસ માટે ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચાર પ્રવાસે આવ્યાં હતાં. અમદાવાદમાં આજે રાજનાથસિંહે વિવિધ મુદ્દાઓને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે PM મોદીના 10 વર્ષમાં કરેલા કામો ગણાવ્યા અને કહ્યું કે, ભારત કયારેય ઝુંકયુ નથી અને ઝુકશે પણ નહીં, આપણે આશા રાખીએ છીએ કે, પાડોશી દેશો સાથે આપણે સારા સબંધો હોય, વર્ષ 2014માં ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 11 માં સ્થાને હતુ,હવે ભારતીય અર્થ વ્યવસ્થામા ત્રીજા સ્થાને છે.

રાજસ્થાન સિંહે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે 8 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે અને ભારતમાંથી ગરીબી દૂર કરવામાં અમને સફળતા મળી છે. અમે આ ચૂંટણી 10 વર્ષની ઉપલબ્ધિઓ પર લડી રહ્યા છીએ, વિકસિત ભારત એ પીએમ મોદીની પાક્કી ગેરન્ટી છે. 2024ની લોકસભાની ચૂંટણી એ લોકશાહીની મજબૂતીનુ પ્રમાણ છે, અમેરિકાના રાજદૂતે પણ ભારતના વખાણ કર્યા છે, દેશની ટોચ કંપનીના CEO ભારતીય છે અને ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.

તેમણે કહ્યુ, ભારતે રક્ષા ક્ષેત્રે 21 હજાર કરોડની નિકાસ કરી છે. હું માનું છું કે, વર્ષ 2070 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યુ, અમે જાતિના આધારે રાજનીતિ કરનારા લોકો નથી. અમે ન્યાય અને માનવતાના આધારે રાજનીતિ કરનારા લોકો છીએ.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે નીતિ, નિયત અને નેતા નથી સાથે સાથે કોગ્રેસે દેશમાં ઈમરન્સી લાદીને પાપ કર્યુ છે, તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામના શ્રીગણેશ સુરતથી થઈ ગયાં છે. કોંગ્રેસ કહે છે કે, દેશમાં લોકતંત્ર ખતરામાં છે. કોગ્રેસનુ ઘોષણાપત્ર વિભાજનકારી છે સાથે સાથે કોંગ્રેસે 90 વાર રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે, કોંગ્રેસ ભષ્ટ્રાચાર સામેની કાર્યવાહીની ટીકા કરે છે, આપણે જ કોંગ્રેસને સમાપ્ત કરવી પડશે. ઈન્ડિયા ગઠબંધન હતાશ છે.

  1. પીએમ ઘણું આગળનું વિચારે છે, દેશને કોંગ્રેસની 'ગેરંટી' પર વિશ્વાસ નથી: રાજનાથ સિંહ - Lok Sabha Elections 2024
  2. Rajnath in London: ભારત પ્રત્યે ચીનનું વલણ બદલાયું, હવે કોઈ આપણને આંખો દેખાડીને બચી ન શકેઃ રાજનાથ

ABOUT THE AUTHOR

...view details