ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીઃ દીપડો બાળકને 500 મીટર ખેંચી ગયો અને ફાડી ખાધું, વન વિભાગે દીપડાને પાંજરે પુર્યો - AMRELI LEOPARD ATTACK

બાળકના માત્ર અવશેશો મળ્યા, પાંજરે દીપડો પુરાયો...

દીપડો પાંજરે પુરાયો
દીપડો પાંજરે પુરાયો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2024, 10:40 PM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટના સામે આવતી હોય છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં વન્ય પ્રાણી સિંહ અને દીપડા દ્વારા હુમલો કર્યાની 3 ઘટના સામે આવી છે. જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારમાં બે ઘટના સિંહે હુમલા કર્યા છે. ત્યાર બાદ તાજેતરમાં 4 દિવસ પહેલા ખાંભા તાલુકામાં આવેલા પચપચીયા ગામમાં 10 વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી.

બાળકના માત્ર અવશેષો મળ્યા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામે માનવ ભક્ષી દીપડાએ 4દિવસ પહેલા બુધવારે રાત્રીના સમય પચપચીયા ગામના ખેતીવાડી વિસ્તારમાં હુમલો કર્યો હતો. 10 વર્ષના બાળક મયુર સોરઠીયા ઉપર હુમલો કર્યો હતો. બાળક ઉપર રાત્રિના સમયે 11થી 3 કલાકે હુમલો કર્યો હતો જે પછીબાળકને ફાડી ઢસડી 500 મીટર દૂર લઈ ગયો હતો, ત્યાં બાળકનું મોત થયું હતું. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વન વિભાગે બાળકના શરીરના હાથ પગ સહિતના અવશેષો શોધી બાળકના અવશેષોને પીએમ અર્થે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા માટે ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.

દીપડો પાંજરે પુરાયો (Etv Bharat Gujarat)

દીપડો પકડાયો

ધારી ગીર પૂર્વેના વન વિભાગના DCF રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ખાંભાના પચપચીયા ગામે બુધવારે રાત્રીના 11 થી 3 કલાકના સમય દરમિયાન 10 વર્ષના બાળક ઉપર દીપડાનો હીંચકારો હુમલો થયાની ઘટના બની હતી. વન વિભાગને સ્થાનિક લોકોએ જાણ કરતા RFO તેમજ અન્ય વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીપડાએ બાળકને ફાડી ખાવાની ઘટના સામે આવી હતી. દીપડાએ બાળક ઉપર હુમલો કર્યો હતો અને બાળકનું મોત થયું હતું. ત્યારબાદમાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. 4 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા હતા અને આખરે તારીખ 28 ના રોજ રાત્રીના સમયે 1 થી 3 કલાકના સમયે દીપડો પાંજરે પુરાયો હતો. જેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કામગીરી RFO તેમજ અન્ય અધિકારી દ્વારા કરવામાં આવી હતી.

  1. આ તો કેવો ઈગોઃ ONLINE છરી મગાવી 10થી વધુ ઘા માર્યા, અમદાવાદમાં ગ્રાહકે લીધો દુકાનદારનો જીવ... જાણો સમગ્ર વિગતો
  2. દારૂ લ્યો, દારૂ લ્યો... કચ્છના માંડવી બીચ પર શાકભાજી જેમ દારૂ વેચાયો? પોલીસ તપાસમાં શું આવ્યું

ABOUT THE AUTHOR

...view details