જૂૂનાગઢ: દિવાળીનો તહેવાર હવે પૂરો થયો છે. ત્યારે પ્રવાસીઓ હવે પર્યટન સ્થળો પર નીકળી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા તમામ ઐતિહાસિક પર્યટન સ્થળ ઉપરકોટ, ગિરનાર, સકરબાગ પ્રાણી સંગ્રહાલય અને ગિરનાર રોપવેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજુ પણ પ્રવાસીઓ જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર વિશેષ પ્રમાણમાં જોવા મળી શકે છે.
પર્યટન સ્થળોમાં પ્રવાસીઓની આવ્યા: દિવાળીના તહેવારો બિલકુલ પૂરા થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રવાસીઓ તહેવારોથી દૂર નીકળીને પર્યટન સ્થળો પર આવી રહ્યા છે. જૂનાગઢ શહેરને પર્યટનની રાજધાની પણ કહેવામાં આવે છે. અહીં ઉપરકોટ ગિરનાર પર્વત સકરબાગ પ્રાણી સંગ્રહાલય નવાબ અને વજીરના મકબરાની સાથે ગિરનાર રોપવે પાછલા કેટલાય વર્ષોથી પ્રવાસીઓની પહેલી પસંદ તહેવારો અને રજાના દિવસોમાં બની રહ્યા છે.
તહેવારોના સમયમાં જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ (Etv Bharat Gujarat) દિવાળી તહેવાર પછી પ્રવાસીઓની ભીડ: દિવાળીનો તહેવાર પૂરો થતા જ જૂનાગઢના તમામ પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અંદાજ મુજબ જૂનાગઢમાં આવેલા તમામ પર્યટન સ્થળોમાં પ્રતિ દિવસ અંદાજિત 25 થી 30 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈને ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વિશે જાણકારી પણ પ્રાપ્ત કરી રહ્યા છે.
તહેવારોના સમયમાં જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ (Etv Bharat Gujarat) તહેવારોના સમયમાં જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ (Etv Bharat Gujarat) ઉપરકોટ રોપવે અને સકરબાગ મુખ્ય આકર્ષણ: તહેવારોના દિવસોમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી આવતા પ્રવાસીઓમાં ઉપરકોટ ગિરનાર રોપવે અને સકરબાગ પ્રાણી સંગ્રહાલય મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. ગીરનાર રોપવેમાં પ્રતિદિન 3,500 પ્રવાસીઓ એશિયાના સૌથી લાંબા અને રોમાંચકારી સફર કરીને વેકેશનના દિવસો પસાર કરે છે.
તહેવારોના સમયમાં જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ (Etv Bharat Gujarat) તહેવારોના સમયમાં જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ (Etv Bharat Gujarat) ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે: ઉપરકોટનો કિલ્લો 1000 વર્ષ જૂનો ઇતિહાસ સમેટીને બેઠો છે. તેને પણ નવા રંગરૂપ સાથે જોઈને પ્રવાસીઓ રોમાંચિત બને છે. તેની સાથે સાથે એશિયાના સૌથી જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ સિંહની સાથે અન્ય પ્રાણી પશુ-પક્ષીઓને જોઈને પણ પ્રવાસીઓ વેકેશનનો સમય પસાર કરે છે. ઉપરકોટમાં 10 હજાર પ્રવાસીઓ પ્રતિ દિવસ અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 3,000 ની આસપાસ મુલાકાતીઓ વન્ય જીવ સૃષ્ટિને નિહાળવા માટે પણ મુલાકાત કરતા હોય છે.
તહેવારોના સમયમાં જૂનાગઢના ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- વાહનચાલકો હેરાન પરેશાન: દિવાળી દરમિયાન રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા
- 5 હજાર વર્ષ જૂના નગરને નજીકથી જોવાનો લ્હાવો, ધોળાવીરામાં હડપ્પન થીમ પર બની ટેન્ટ સિટી