ગુજરાત

gujarat

ETV Bharat / state

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની સમસ્યા, અન્નક્ષેત્રો દ્વારા સરકાર સમક્ષ કરાઈ માંગ - JUNAGADH GIRNAR PARIKRAMA

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ મૂકાતા નળ પાણીની ઘોડી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી છે.

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની સમસ્યા
ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની સમસ્યા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 1:22 PM IST

જૂનાગઢ:ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. આ વખતે જીલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વયંમ સેવી સંસ્થાઓ દ્વારા પરિક્રમાથીઓ માટે ભોજન પ્રસાદની સાથે પીવાનું પાણી, લીંબુ શરબત અને છાશની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. આ સુવિધા પરિક્રમાથીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે, પરંતુ નળ પાણીની ઘોડી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે, જેના વિશે પોતે મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમાથીઓ વર્ણન કરી રહ્યા છે. જાણો શું કહે છે તેઓ...

પરિક્રમાના આ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા:ગિરનારની પરિક્રમા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વયંમ સેવી સ્થાઓ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા તો વર્ષોથી કરાઈ રહીં છે, પરંતુ પ્લાસ્ટિકની બોટલ બંધ થતા આ વખતે અન્નક્ષેત્રો દ્વારા પીવાનું પાણી, લીંબુ શરબત અને છાશનું પણ વિનામૂલ્યે વિતરણ કરવાની એક વિશેષ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે.

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની સમસ્યા: પરિક્રમાથીઓએ વ્યક્ત કરી ચિંતા (Etv Bharat Gujarat)

આ પરિક્રમાના માર્ગો પર કેટલાક નાના વેપારીઓ દ્વારા નાળિયેર પાણી પણ વહેંચવામાં આવી રહ્યું છે, જેથી મોટાભાગના પરિક્રમાથીઓની પીવાના પાણીની સમસ્યા થોડે ઘણે અંશે દૂર થઈ ગઈ છે. પરંતુ નળ પાણીની ઘોડી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી છે. આ સમસ્યા ખુદ મુંબઈથી આવેલા પરિક્રમાથીએ ETV ભારત સમક્ષ વ્યક્ત કરી છે.

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Etv Bharat Gujarat)
નળ પાણીની ઘોડી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યાC (Etv Bharat Gujarat)

તમને જણાવી દઈએ કે, ગઈકાલે જિલ્લા કલેકટર દ્વારા પણ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે તે ધ્યાને આવતા જ આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા શક્ય બને તેટલી દૂર થઈ શકે તે માટે ગઈકાલથી પ્રયાસો શરૂ કરાયા છે.

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Etv Bharat Gujarat)
નળ પાણીની ઘોડી વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા (Etv Bharat Gujarat)

અન્નક્ષેત્રો દ્વારા સરકાર સમક્ષ કરાઈ માંગ:પરિક્રમાના માર્ગ પર પીવાના પાણીની વ્યવસ્થાની સાથે પાંચ દિવસ સુધી પાણીની અન્ય જરૂરિયાત પૂરી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર સમક્ષ જે વિસ્તારમાં ચોક્કસ પાણીના પોઇન્ટ અને અન્નક્ષેત્ર છે તેવા વિસ્તારમાં અન્નક્ષેત્રના સંચાલકોને બોર કરવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ પણ કરાઈ રહી છે. બોરિંગનો તમામ ખર્ચ પણ અન્નક્ષેત્રના સંચાલકો કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. આમ, વર્ષમાં માત્ર પાંચ જ દિવસ આ બોરિંગનો ઉપયોગ પીવાના પાણી અને ભોજન પ્રસાદ બનાવવા માટે થઈ શકે આ સિવાય વર્ષ દરમિયાન જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં આ પાણીનો ઉપયોગ વન વિભાગ વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળે તે માટે પણ ઉપયોગમાં લઈ શકે તે પ્રકારનું આયોજન થઈ શકે છે.

આ પણ વાંચો:

  1. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પરિક્રમા: જોકે અન્ય કચરાનું યોગ્ય નિરાકરણ થાય તેવી પરિક્રમાર્થીઓની માંગ
  2. જુની પેઢીના પરિક્રમાર્થીઓએ સતયુગમાં ચાલતી પરિક્રમાની પ્રતીતિ કરાવી, વન ભોજનની પરંપરા જાળવી રાખી

ABOUT THE AUTHOR

...view details